Neha kakkar : ગરીબ બાળકોને 500ની નોટ વહેંચી રહી હતી નેહા કક્કર, એવું તો શું થયું કે તેને ગાડી દોડાવવી પડી !

|

Dec 11, 2021 | 9:47 AM

નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંગર 500 રૂપિયાની નોટ વહેંચતી જોવા મળી રહ્યી છે. થોડી જ વારમાં તેની સાથે એવું બન્યું કે કાર લઈને ભાગી જવું પડ્યું,

Neha kakkar : ગરીબ બાળકોને 500ની નોટ વહેંચી રહી હતી નેહા કક્કર, એવું તો શું થયું કે તેને ગાડી દોડાવવી પડી !
Neha kakkar

Follow us on

Neha kakkar : નેહા કક્કર સોશિયલ મીડિયા (Social media)પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જો તે એક્ટિવ ન હોય તો તેના વીડિયો વાયરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસ (Actress)નો એક વીડિયો વાયરલ (Video viral)થઈ રહ્યો છે. જેમાં તે પરેશાન થઈને રડતી જોવા મળી રહી છે. સિંગર (Singer)નો આ વીડિયો જોઈને તેના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

નેહા ઘેરાઈ ગઈ

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

બોલિવૂડ સિંગર (Bollywood Singer)નેહા કક્કરનો એક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કારમાં બેસીને રડતી જોવા મળી રહી છે. આ વીડિયો એક રેસ્ટોરન્ટ (Restaurant)નો છે, જ્યાંથી નેહા કક્કર જમ્યા બાદ બહાર આવી હતી. જ્યારે નેહા કક્કરપોતાની કારમાં જઈ રહી હતી ત્યારે અચાનક કેટલાક બાળકો ત્યાં આવ્યા અને ધમાલ મચાવવા લાગ્યા.

 

 

રડતી નેહા

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ બાળકો નેહા પાસે પૈસા માંગી રહ્યા હતા, ત્યારે ગાર્ડ ત્યાં આવ્યો. ગાર્ડે બાળકોને હટાવવાનો પ્રયાસ કર્યો, આ જોઈને એટલો શોરબકોર થયો કે નેહા કક્કરની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, નેહા કક્કર ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી.

ચાહકો ગુસ્સે થઈ ગયા

આ વીડિયો સાથે ચાહકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ત્યાં ઉભેલા લોકો આ બધો તમાશો કેવી રીતે જોઈ રહ્યા હતા. ચાહકો પ્રશ્ન કરી રહ્યા છે કે, આ બાળકો ચોર છે, ભિખારી નથી. ભલે ગમે તે હોય, પરંતુ ગાયિકા નેહા કક્કરને રડતી જોઈને ચાહકો દુખી છે.

તમને જણાવી દઈએ કે સિંગર નેહા કક્કર અને પંજાબી સિંગર રોહનપ્રીત 2020માં લગ્નના બંધનમાં બંધાયા છે. બંને બોલિવૂડના ફેમસ કપલ્સમાંથી એક છે. ઘણીવાર તેઓ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને કપલ ગોલ આપતા રહે છે. હાલમાં નેહા જોધપુરમાં જોવા મળી હતી. ત્યાં તેણીને તેના પતિ સાથે શાહી લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Omicron : મુંબઈમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 લાગૂ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ

Published On - 9:45 am, Sat, 11 December 21

Next Article