Neena Guptaએ કર્યો મોટો ખુલાસો, વિવેકથી પહેલા પણ કર્યાં હતા એક પુરુષ સાથે લગ્ન, જાણો એક વર્ષમાં કેમ થયા બંને છૂટા

|

Jun 16, 2021 | 8:14 PM

નીનાની આત્મકથાનું નામ છે સચ કહું તો અને હવે આના દ્વારા જે મોટો ખુલાસો થયો છે તે એ છે કે નીનાએ વિવેક મેહરાથી અગાઉ પણ લગ્ન કર્યા છે.

Neena Guptaએ કર્યો મોટો ખુલાસો, વિવેકથી પહેલા પણ કર્યાં હતા એક પુરુષ સાથે લગ્ન, જાણો એક વર્ષમાં કેમ થયા બંને છૂટા
Neena Gupta

Follow us on

નીના ગુપ્તા (Neena Gupta) આજકાલ તેમની ઓટોબાયોગ્રાફીને લઈને ઘણી હેડલાઈન્સમાં છે. આ આત્મકથામાં નીનાએ તેમના જીવનના ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા છે, જે પ્રશંસકો માટે એકદમ આઘાતજનક છે. નીનાની આત્મકથાનું નામ છે સચ કહું તો અને હવે આના દ્વારા જે મોટો ખુલાસો થયો છે તે એ છે કે નીનાએ વિવેક મેહરાથી અગાઉ પણ લગ્ન કર્યા છે, પરંતુ તે લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં. બંને લગ્નના એક વર્ષ પછી અલગ થઈ ગયા.

 

નીનાએ જણાવ્યું કે તેમણે અમલન કુસુમ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તે આઈઆઈટીનો વિદ્યાર્થી હતો અને સંસ્કૃતમાં માસ્ટર્સ કરતો હતો. નીનાએ તેમના સંબંધો વિશે જણાવતી વખતે કહ્યું હતું કે અમલન અને હું કેમ્પસમાં મળ્યા હતા. તેમના માતાપિતા બીજા શહેરમાં રહેતા હતા, પરંતુ તેમના દાદા અમારી શેરીમાં રહેતા હતા અને તે તહેવારો અને રજાઓ દરમિયાન ત્યાં રોકાતો હતો.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ બંનેના સંબંધોની ખબર ત્યારે પડી જ્યારે અભિનેત્રીના મિત્રએ તેમના માતા-પિતા સમક્ષ તેનો ખુલાસો કર્યો. જો કે આનાથી બંને વચ્ચેના સંબંધોને કોઈ અસર થઈ નહીં. આ પછી નીનાને અમલન સાથે શ્રીનગર જવાની મંજૂરી મળી ગઈ હતી અને બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ તે પછી બંનેને સમજાયું કે બંને એકબીજા માટે નથી બન્યા.

 

નીનાએ કહ્યું અમલન અને મારો દ્રષ્ટિકોણ ખૂબ જુદો હતો. તે વિચારતો હતો કે મારે ફક્ત પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ હું કામ કરવા માંગતી હતી અને માત્ર ગૃહિણી બનીને રહેવા માંગતી નહોતી અને જેમ જેમ મેં વધુ થિયેટર કરવાનું શરૂ કર્યું, તેમ તેમ મારો માર્ગ સ્પષ્ટ થઈ ગયો.

 

એક વર્ષ પછી થઈ ગયા અલગ

નીનાએ કહ્યું, ‘અમલન અને મેં ખૂબ જ ટૂંકા સમય માટે લગ્ન કર્યા હતા. તે સમયે અમે બંને ખૂબ જ યંગ હતા. અમે નાની ઉંમરે લગ્ન કરી લીધા, પરંતુ હું તેના વિશે કંઈ ખોટું કહીશ નહીં. તમને જણાવી દઈએ કે નીના અને અમલન લગ્નના એક વર્ષ પછી છૂટા થયા.

 

ગર્ભવતી નીના સાથે લગ્ન કરવા માંગતા હતા સતિષ

એક અહેવાલ અનુસાર, જ્યારે નીના ગર્ભવતી હતી, ત્યારે સતિષ કૌશિક તેમની પાસે આવ્યા હતા. સતીષ નીનાના સારા મિત્ર છે. તેમણે નીનાને કહ્યું હતું, ચિંતા કરીશ નહીં, જો બાળક કાળી સ્કિનનું હશે તો તમે કહોજો કે તે મારુ છે અને આપણે લગ્ન કરી લઈશું. કોઈને કંઈ ખબર નહીં પડે.

 

અમે તમને જણાવી દઈએ કે નીના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથેના રિલેશનમાં હતી અને તે સમયે નીના ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે વિવિયનએ નીના સાથે લગ્ન કર્યા ન હતા પણ નીનાએ લગ્ન કર્યા વિના બાળકને આ દુનિયામાં લાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ નીનાએ 2008માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા અને બંને 13 વર્ષથી સાથે છે.

Next Article