જાણીતા એક્ટરના ઘરે NCBએ દરોડા પાડી જપ્ત કર્યું ડ્રગ્સ, વિદેશી ગર્લફ્રેન્ડ સાથે થયો ફરાર

|

Apr 04, 2021 | 9:54 AM

છેલ્લા ઘણા સમયથી ટીવી એન બૉલીવુડ સેલેબ્સના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઘરે અથવા તો બીજી કોઈ જગ્યા પર દરોડા પાડી રહી છે. આ વચ્ચે એનસીબીએ ટીવી એક્ટરના ઘરેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ બાદ એક્ટર ગાયબ છે.

જાણીતા એક્ટરના ઘરે NCBએ દરોડા પાડી જપ્ત કર્યું ડ્રગ્સ, વિદેશી ગર્લફ્રેન્ડ સાથે થયો ફરાર
વિદેશી ગર્લફ્રે્ન્ડ સાથે ફરાર થયો ટીવી સ્ટાર ગૌરવ દિક્ષીત

Follow us on

છેલ્લા ઘણા સમયથી ટીવી એન બૉલીવુડ સેલેબ્સના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઘરે અથવા તો બીજી કોઈ જગ્યા પર દરોડા પાડી રહી છે. આ વચ્ચે એનસીબીએ ટીવી એક્ટરના ઘરેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ બાદ એક્ટર ગાયબ છે.

એનસીબીએ ટીવી એક્ટર ગૌરવ દીક્ષિતના (Gaurav dixit) ઘરે રેડ પાડી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે, ગૌરવ દીક્ષિત તેની ડચ ગર્લફ્રેન્ડ બિલ્ડીંગની નીચે હતા. એનસીબીની ટીમને જોતા બંને ટિમને જોઈને ભાગ્યા હતા.

અહેવાલો અનુસાર, અભિનેતાની ગેરહાજરીમાં તેના એપાર્ટમેન્ટમાં રેડ પડી હતી. આ દરોડામાંથી એમડી, એમડીએમએ અને હશીશ જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. આ સિવાય ડ્રગ્સના પેકિંગના એકસરસિરીઝ પણ મળી આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, એજાજ ખાનને જે સપ્લાયરના કહેવા પર પકડ્યો છે તે સપ્લાયરએ ગૌરવ દીક્ષિતનું નામ આપ્યું હતું. રેડ બાદ ગૌરવ ગાયબ છે. એજન્સી તેની તપાસ કરી રહી છે.

અંધેરીના લોંખડવાલા સ્થિત ફ્લેટમાં ગૌરવએ ડ્રગ્સ પેકેજિંગ કંપની ખોલી રાખી હતી. ગૌરવ ઘણી ફિલ્મો અને શોનો હિસ્સો રહી ચુક્યો છે. ગૌરવ મરુધર એક્સપ્રેસ અને ડાયરી ઓફ આ બટરફ્લાયમાં કામ કર્યું છે.

એજાઝ ખાને તેની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘મારા ઘરે સૂવાની માત્ર 4 ગોળી મળી હતી. મારી પત્નીનું મિસકેરેજ થયું હતું અને તે તેમનો ઉપયોગ એન્ટીડિપ્રેસન્ટ્સ તરીકે કરતી હતી.’

એજાઝ ખાનની વાત કરવામાં આવે તો, એનસીબી દ્વારા થોડા દિવસો પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીને શંકા છે કે એજાઝ ખાનને ડ્રગ લોર્ડ ફારુક બટાટા અને તેના પુત્ર શાદાબ બટાટા સાથે ગાઢ સંબંધ છે. તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે એજાઝ તેની સાથે મળીને ડ્રગ્સના સિન્ડિકેટમાં સામેલ હતો. આ કારણોસર એજાઝની ધરપકડના કલાકો પહેલા જ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘણા સ્થળોએ દરોડા પણ જોવા મળ્યા હતા. તે દરોડામાં ડ્રગ્સ ફરીથી મળ્યું હતું કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ આ જ દરોડા બાદ એજાજની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article