Nawazuddin Siddiquiને આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ઓફર થઈ હતી આ મહત્વની ભૂમિકા, જાણો કેમ ના પાડી

|

Oct 19, 2021 | 9:49 PM

આ ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)ના હાથમાંથી નીકળી ગઈ, પરંતુ હજુ પણ તેમના હાથમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે, જેમાં જોગીરા સારા રા રા, અદભુત અને હીરોપંતી 2નો સમાવેશ થાય છે.

Nawazuddin Siddiquiને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીમાં ઓફર થઈ હતી આ મહત્વની ભૂમિકા, જાણો કેમ ના પાડી
Nawazuddin Siddiqui

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) અભિનીત સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) વર્ષ 2022ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. વાસ્તવિક વાર્તા પર આધારિત આ ફિલ્મ 6 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે. દરમિયાન એ વાત સામે આવી છે કે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પણ જો તેમને મળેલી ભૂમિકા માટે સંમત થયા હોત તો ફિલ્મનો ભાગ બની શક્યા હોત.

 

એક અહેવાલ મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીને ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ખૂબ મહત્વની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. જો કે નવાઝુદ્દીન અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચેની વાતચીત સફળ ન થઈ અને અભિનેતાએ ફિલ્મ કરવાની ના પાડી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવાઝુદ્દીન પાસે તારીખો ઉપલબ્ધ નહોતી, જેમાં સંજય લીલા ભણસાલી તેની સાથે શૂટિંગ કરવા માંગતા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

નવાઝને મળ્યો હતો પત્રકારનો રોલ

અહેવાલોમાં લખવામાં આવ્યું છે કે નવાઝુદ્દીન સિદ્દીકીને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં પત્રકારની મહત્વની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. નવાઝુદ્દીન અને સંજય લીલા ભણસાલી બંને એકબીજા સાથે કામ કરવા માંગતા હતા, પરંતુ તારીખોનો મુદ્દો હોવાથી પરિસ્થિતિએ સહકાર આપ્યો ન હતો.

 

નવાઝુદ્દીનના હાથમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે

આ ફિલ્મ નવાઝુદ્દીનના હાથમાંથી નીકળી ગઈ, પરંતુ તેમના હાથમાં હજુ પણ ઘણા મોટા પ્રોજેક્ટ છે, જેમાં જોગીરા સારા રા રા (Jogira Sara Ra Ra), અદભુત (ADBHUT ) અને હીરોપંતી 2 (Heropanti 2)નો સમાવેશ થાય છે. નવાઝુદ્દીનની કારકિર્દી અત્યારે ઉંચી ટોચ પર છે અને તેમની ઉદ્યોગમાં ઘણી માંગ છે. ઘણા ફિલ્મ નિર્માતાઓ નવાઝુદ્દીન સિદ્દીકીને તેમની ફિલ્મમાં કાસ્ટ કરવા માગે છે, પરંતુ નવાઝ એટલા વ્યસ્ત છે કે તેમની પાસે નવી ફિલ્મો સાઈન કરવાની તારીખો નથી.

 

સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અભિનય માટે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. બહુમુખી અભિનેતા નવાઝુદ્દીને તાજેતરમાં જ તેમની ફિલ્મ સિરિયસ મેન (Serious Men) માટે બેસ્ટ પરફોર્મેન્સ ઈન એક્ટર કેટેગરીમાં એમી એવોર્ડ્સ માટે નામાંકન મેળવ્યું હતું.

 

એમી એવોર્ડ્સમાં નોમિનેટ થયા બાદ ખુશી વ્યક્ત કરતા નવાઝુદ્દીને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ડિરેક્ટર સુધીર મિશ્રા સાથે કામ કરવું અને સીરિયસ મેનમાં અયાન મણીની ભૂમિકા ભજવવી મારા માટે એક સ્વપ્નુ સાકાર થવા જેવું હતું. આંતરરાષ્ટ્રીય એમી નોમિનેશન ફિલ્મમાં મુકવામાં આવેલી મહેનતની એક સત્યાપન છે. હું તે સાર્થક વાર્તાઓનું ચિત્રણ કરવા માટે સન્માનિત અનુભવું છું.

 

 

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

 

આ પણ વાંચો :- Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

 

Published On - 9:22 pm, Tue, 19 October 21

Next Article