Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

|

Jan 06, 2022 | 2:58 PM

નાના પાટેકરની મિમિક્રી કરતા તીર્થાનંદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એટલું જ નહીં, તીર્થાનંદ કપિલ શર્મા શોમાં નાના પાટેકરની મિમિક્રી કરતા પણ જોવા મળ્યા હતા.

Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Comedian Tirthanand tried to commit suicide

Follow us on

બોલિવૂડ એક્ટર નાના પાટેકરની (Nana Patekar) મિમિક્રી કરવા માટે પ્રખ્યાત કોમેડિયન તીર્થાનંદ રાવે (Tirthanand Rao) આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના (Financial Problem) કારણે તીર્થાનંદે આ પગલું ભર્યું હતું. જોકે, પડોશીઓને સમયસર આ ઘટના વિશે જાણ થઈ જતા તીર્થાનંદનો જીવ બચી ગયો હતો. અહેવાલો અનુસાર, તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર પી લીધું હતું. તેઓ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી છે. તીર્થાનંદનું (Comedian Tirthanand ) કહેવું છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું અને તેથી જ તેના પરિવારના સભ્યો પણ તેને છોડીને ચાલ્યા ગયા છે. આથી હાલ કોરોનાની વચ્ચે આર્થિક સંકડામણના કારણે જાણીતા કોમેડિયને આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

પરિવારે સાથ છોડી દીધો

કોમેડિયને વધુમાં જણાવ્યુ કે, હું હોસ્પિટલમાં હતો, પરંતુ મારી માતા અને ભાઈ મને મળવા પણ આવ્યા ન હતા. અમે એક જ કોમ્પ્લેક્ક્ષમાં રહીએ છીએ અને હું છેલ્લા 15 વર્ષથી અહીં રહુ છું, પરંતુ મારો પરિવાર મારી સાથે વાત પણ કરતો નથી. એટલું જ નહીં, તેણે મારી સારવાર માટે એક પૈસો પણ ખર્ચ્યો ન હતો. હોસ્પિટલમાંથી પાછો આવ્યો હોવા છતાં હુ ઘરે એકલો રહું છું. આનાથી વધુ ખરાબ કોઈની સાથે શું હોઈ શકે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પત્ની અને પુત્રી વિશે વાત કરતાં તીર્થાનંદે કહ્યું કે મેં જેની સાથે લગ્ન કર્યા છે તે ડાન્સર છે. અમારે એક દીકરી પણ છે, પણ મારી પત્નીએ ફરીથી લગ્ન કરી લીધા. મારી દીકરીના પણ હવે લગ્ન થઈ ગયા છે. મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી. ઠીક છે, મેં જે કંઈ પણ કર્યુ એ માટે હું પોલીસની માફી માંગુ છુ અને હવે હું આગળ કામ શોધીશ અને મારા કરિયરને આગળ વધારીશ.

આ પણ વાંચો : Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો

Next Article