TMKOC : બબિતાજીએ લગાવ્યા એવા ઠુમકા, જોઇને જેઠાલાલ તો શું તમારુ પણ મન થનગની ઉઠશે

મુનમુન દત્તાએ બુધવારે રાત્રે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે લાલ અને કાળી ચેક પેન્ટ પહેરેલી જોઈ શકાય છે,'આઈ વોન્ટ ટુ બી મી ટૂ' પર ડાન્સ કરતી વખતે તે ખૂબસૂરત દેખાઈ રહી છે.

TMKOC : બબિતાજીએ લગાવ્યા એવા ઠુમકા, જોઇને જેઠાલાલ તો શું તમારુ પણ મન થનગની ઉઠશે
Munmun Dutta
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:43 AM

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ મુનમુન દત્તા (Munmun Dutta) એટલે કે શોની બબીતા ​​જી સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. હવે કૃષ્ણન અય્યરની પત્ની અને જેઠાલાલના ક્રશએ તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે મેઘન ટ્રેનરના ગીત ‘આઈ વોન્ટ ટુ બી મી ટૂ’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તેના ડાન્સ મૂવ્સને જોઈને દરેક લોકો તેના દિવાના થઈ રહ્યા છે.

મુનમુન દત્તાએ બુધવારે રાત્રે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં તે લાલ અને કાળી ચેક પેન્ટ પહેરેલી જોઈ શકાય છે,‘આઈ વોન્ટ ટુ બી મી ટૂ’ પર ડાન્સ કરતી વખતે તે ખૂબસૂરત દેખાઈ રહી છે. ક્લિપ શેર કરતાં તેણે લખ્યું, ‘કારણ કે તે ટ્રેન્ડમાં છે.’ થોડી જ વારમાં તેનો આ વીડિયો વાયરલ થઈ ગયો. થોડા જ કલાકોમાં તેને 2 લાખ 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

તેની પોસ્ટ પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે. તેમાંથી એકે લખ્યું, ‘આ છોકરી હંમેશા આટલી સુંદર કેમ લાગે છે?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તમારી સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર પર છે, પરંતુ તમારો ડાન્સ તેના કરતા ઘણો સુંદર છે.’ તેમના એક પ્રશંસકે કહ્યું, ‘બબીતા ​​જી, તમે અદ્ભુત ડાન્સ કર્યો.’

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાના અફેરના સમાચાર ગત દિવસોમાં વાયરલ થયા હતા. તેના બોયફ્રેન્ડ તરીકે શોના ટપ્પુ એટલે કે રાજ અનડકટનું નામ સામે આવ્યું હતું. આ સમાચાર ફેલાતા જ અભિનેત્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તેમણે લાંબી પોસ્ટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો – Happy birthday Roopa Ganguly : રૂપા ગાંગુલીએ દ્રૌપદી બનીને ફેન્સના દિલમાં બનાવી હતી જગ્યા, ચીરહરણના શૂટ બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી હતી

આ પણ વાંચો – IT Refund: Income Tax વિભાગે કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા, આ રીતે તપાસો તમારા રિફંડની સ્થિતિ

આ પણ વાંચો – ટામેટાંના ભાવ આસમાને, સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા ફની મીમ્સ, લોકો બોલ્યા ‘ટામેટા કરતા સોનું ખરીદવું સારુ’