Munmun Dutta : ‘TMKOC’ની બબીતા ​​જી ફરી થઈ હેરાન, અભિનેત્રીએ તેમના ચાહકોને આપી આ ચેતવણી

|

Jul 15, 2021 | 12:07 PM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી મુનમૂન દત્તા હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહે છે. આજે ફરી એક ટીવીની પ્રખ્યાત બબીતા ​​જી ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Munmun Dutta : TMKOCની બબીતા ​​જી ફરી થઈ હેરાન, અભિનેત્રીએ તેમના ચાહકોને આપી આ ચેતવણી
Munmun Dutta

Follow us on

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) ની બબિતી જી (Babita Ji) એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા (Actress Munmun Dutta) એવી અભિનેત્રીઓમાંના એક છે જેમને સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમની ફેક પ્રોફાઇલ બનાવનારા દગાબાજોનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં, મુનમુને, જેમણે તેમની ખોટી પ્રોફાઇલ (Fake Profile) બનાવા વાળાને ખુલ્લા પાડતા, તેમના ચાહકોને આવા લોકોથી બચવાની ચેતવણી આપી છે.

મુનમુને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના ચાહકોને માહિતી આપી હતી કે તે લિંક્ડડિન (Linkedin) પર નથી અને તેમના ચાહકો મુનમૂનની ખોટી પ્રોફાઇલ બનાવનાર દગાબાજો સાથે વાતચીત કરી રહી છે.

અભિનેત્રીએ તેમની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝમાં લખ્યું છે, “મારી પાસે લિંક્ડઈન પ્રોફાઇલ નથી. હું ફરીથી કહેવા માંગુ છું કે હું લિંક્ડડિન પર નથી. એક બીજી સ્ટોરીમાં મુનમુને કહ્યું, “જો તમે લિંક્ડડિનમાં મારા નામ પર કોઈની સાથે વાતચીત કરી રહ્યાં છો, તો તમે 100% ફ્રોડ સાથે વાત કરી રહ્યા છો.” લિંક્ડડિન એ એક અમેરિકન પ્રોફેશનલ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ નોકરી શોધવા માટે વિશ્વભરમાં થાય છે. મોટાભાગના કલાકારો આ એપ્લિકેશનમાં તેમની રુચિ બતાવતા નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

શરૂઆતના દિવસોમાં આવી સમસ્યાઓ હતી

શરુઆતના દિવસોમાં, જ્યારે મુનમુનની સોશિયલ મીડિયા પ્રોફાઇલ વેરીફાઈડ નહોતી થઈ તો, તે દરમિયાન તેમને આ રીતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર (Twitter) અને ફેસબુક (Facebook) પર મુનમૂનના ફોટા અને નામો સાથે ઘણી પ્રોફાઇલ બનાવવામાં આવી હતી. આજે પણ સોશિયલ મીડિયા પર મુનમૂનની ઘણી નકલી પ્રોફાઇલ્સ જોવા મળે છે, પરંતુ વેરિફાઇડ માર્ક (Verified Mark) ને કારણે તેમના ચાહકો આવી નકલી પ્રોફાઇલ્સને અવગણે છે.

તાજેતરમાં રસી અપાઇ

પોતાના મતને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે પ્રખ્યાત મુનમુન દત્તાએ બે દિવસ પહેલા કોવિડ રસીનો પ્રથમ ડોઝ (First Dose Of Covid Vaccine) લીધો છે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે હું વેક્સિનેટેડ થઈ ગઈ છું. આ રોગચાળા સાથેની લડતમાં મેં એક પગલું આગળ વધાર્યું છે.

 

Next Article