Mumbai: તરુણ ખન્નાએ આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને બનાવ્યો રેકોર્ડ , સિરિયલનાં શુટીંગ માટે ગુજરાત પર પસંદગી

|

Jun 29, 2021 | 4:39 PM

Mumbai : ધાર્મિક સિરિયલ બનાવનાર સાગર વર્લ્ડના શિવસાગર પ્રોડક્શન હાઉસ  દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ વૈષ્ણોદેવી પર આધારિત નવી વેબ-સિરીઝ લઈને આવી રહ્યા છે.

Mumbai: તરુણ ખન્નાએ આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને બનાવ્યો રેકોર્ડ , સિરિયલનાં શુટીંગ માટે ગુજરાત પર પસંદગી
તરૂણ ખન્ના

Follow us on

Mumbai : એક્ટર તરુણ ખન્નાએ એક નવો રેકોર્ડ(Record)  પ્રસ્થાપિત કર્યો છે. વૈષ્ણોદેવીની કથા પર આધારિત વેબ સિરીઝમાં  (web series) આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને નવો રેકોર્ડ સર્જયો છે.

એક્ટર તરુણ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર  જોવા મળશે, જે વેબ સિરીઝ માતા વૈષ્ણોદેવી પર બનેલી છે. આ સિરિઝમાં લગભગ 12 એપિસોડમાં તરુણ મહાદેવની (Mahadev) ભૂમિકા નિભાવતા જોવા મળશે અને સાથે જ  તે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

ધાર્મિક સિરિયલ બનાવનાર સાગર વર્લ્ડના શિવસાગર પ્રોડક્શન હાઉસ  દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ વૈષ્ણોદેવી પર આધારિત નવી વેબસિરીઝ લઈને આવી રહ્યા છે. આ પ્રોડક્શન દ્વારા અનેક ધાર્મિક સિરીયલો બનાવવામાં આવી છે, જેમાં દર્શકોએ રામાયણની સિરીયલને ખૂબ પ્રેમ આપ્યો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

મળતા અહેવાલ પ્રમાણે, વૈષ્ણોદેવી પર આધારિત  શરૂ થનારી આ વેબસિરીઝમાં 10 થી 12 એપિસોડ હશે અને તેમાં ઉદ્યોગના જાણીતા કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ સિરિઝમાં લોકપ્રિય અભિનેતા તરુણ ખન્ના મહાદેવની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જ્યારે, રામાયણમાં માતા સીતાનું પાત્ર નિભાવનાર ઈશિતા ગાંગુલી(Ishita ganguly)  અને મહાભારતમાં દુર્યોધનનું પાત્ર નિભાવનાર પુનીત ઈસ્સારનો પુત્ર સિધ્ધાંત ઈસાર (Sidhant issar)  પણ આ સિરીઝથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, તરુણ ખન્નાએ સંતોશી સિરીયલમાં સૌપ્રથમ વાર મહાદેવની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, પરમવીર શ્રી કૃષ્ણ અને રાધા કૃષ્ણ સહિત  સાત સિરીયલોમાં મહાદેવનું પાત્ર ભજવીને લોકપ્રિયતા હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે ‘અવિનાશ આઈપીએસ’ શો (Avinash IPS) દ્વારા તરુણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ગુજરાતના ઉમરગાંવમાં થઈ રહ્યું છે શુટિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝનું શૂટિંગ ગુજરાતના ઉમરગામમાં (Umargam)ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, ધાર્મિક સિરીયલો (serial) માટે નિર્માતાઓની (Producer) પહેલી પસંદ ગુજરાતનુ ઉંમરગામ છે, અહીંયા અનેક પૌરાણિક શો નું શુટીંગ કરવામાં આવ્યું છે. હાલમાં ઉમરગાંવમાં રાધાકૃષ્ણ, અહિલ્યાબાઈ અને મેરે સાંઈ જેવા શો નું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, આજકાલ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં (TV Industries)  પૌરાણિક કથાનો દોર જોવા મળી રહ્યો છે. સિરીયલો ઉપરાંત ફિલ્મોમાં પણ ધાર્મિક કથાઓ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.

 

Next Article