Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ ” જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ”

|

Oct 17, 2021 | 1:49 PM

જેલમાં આર્યન ખાનનું NCB અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાઉન્સેલિંગ દરમિયાન તેણે કહ્યું છે કે, 'જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ કરીશ નહીં.

Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ  જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ
Aryan Drugs Case

Follow us on

Aryan Drugs Case : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસના સંબંધમાં મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તેને જામીન મળશે કે નહીં તેની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ બધાની વચ્ચે આર્યન ખાને કાઉન્સેલિંગ દરમિયાન તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેલમાં એનસીબીના (Narcotics Control Bureau) અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યન ખાને કહ્યું છે કે, ‘હું શપથ લેઉં છું કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ કરીશ નહીં.’

બે એનજીઓ અધિકારીઓ દ્વારા આર્યનનુ કાઉન્સેલિંગ

તમને જણાવી દઈએ કે, ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) ધરપકડ કરાયેલા આર્યન અને અન્ય સાત લોકોનુ આર્થર રોડ જેલમાં બે એનજીઓના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાઉન્સેલિંગ દરમિયાન આર્યન ખાને પોતાનું આગળનું જીવન દેશના જવાબદાર નાગરિકની જેમ વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.’

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આર્યન ખાન કાઉન્સેલિંગમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યો છે : NCB

આર્યન અને અન્ય સાત લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી છે. તેમને માદક દ્રવ્યોના વ્યસનમાંથી છુટકારો મેળવવા માટે એનજીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આ યુવાનોને સમીર વાનખેડે (Sameer Wankhede) અને NCB ના અન્ય અધિકારીઓ(NCB Officer)  અને સ્વયંસેવકો દ્વારા ડ્રગ્સની ખરાબ અસરો અંગે જણાવવામાં આવી રહ્યુ છે. સાથે તેને સમાજ અને દેશને થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમજ ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

તે NCB ની કાર્ય પદ્ધતિનો એક ભાગ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન ખાન આ કાઉન્સેલિંગમાં ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યો છે. તેઓ દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. તેઓ તે બાબતો પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને સુધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે.

આર્યન ખાન ગરીબોની મદદ માટે કામ કરવા ઇચ્છે છે

આર્યન ખાન કાઉન્સેલિંગ દરમિયાન અધિકારીઓ અને એનજીઓના કર્મચારીઓની (NGO Worker) સલાહને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. તેમજ તેમની આપેલી સૂચનાઓનું પણ પાલન કરી રહ્યો છે. કાઉન્સેલિંગ દરમિયાન તેણે વારંવાર ડ્રગ્સથી દૂર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આર્યન ખાન કાઉન્સેલિંગ દરમિયાન સમાજના ગરીબ અને વંચિત વર્ગ માટે કામ કરવા અંગે જણાવ્યુ હતુ.

 

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડનવીસના નિવેદન પર પવારનો પલટવાર, ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાને લઈને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો : The Big Picture : ઉત્સાહી રણવીર સિંહે ટીવી પર બાળકને લઇને કહી દીધી આ વાત, દિપીકાનું શું હશે રિએક્શન ?

Published On - 1:46 pm, Sun, 17 October 21

Next Article