Mumbai : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું (Salman Khan) નામ વિવાદોમાં આવવું કોઈ નવી વાત નથી. ‘દબંગ’ અભિનેતા છેલ્લા ઘણા સમયથી ‘અદાલત’માં (Andheri Court) તેની કાનૂની લડાઈ લડી રહ્યો છે. પરંતુ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. સમાચાર એજન્સી ANI અનુસાર, અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે મંગળવારે એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલા હુમલાના કેસમાં બોલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ સામે સમન્સ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે, ફરિયાદી અશોક શ્યામલ પાંડેએ સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324, 392, 426, 506 (II) r/w 34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Mumbai | Andheri Magistrate Court summons Salman Khan to appear on April 5 in a 2019 case filed by a journalist Ashok Pandey for allegedly misbehaving with him. Court has summoned the actor for offences under IPC sections 504 and 506
— ANI (@ANI) March 22, 2022
કોર્ટના આ આદેશ મુજબ, ફરિયાદીએ આરોપી વિરુદ્ધ CrPC ની કલમ 156(3) હેઠળ નિર્દેશો જારી કરવાની વિનંતી કરી છે. એક અહેવાલ મુજબ, આ ઘટના 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ બની હતી, જેમાં ફરિયાદી અને સૂચિત આરોપી સલમાન ખાન વચ્ચે વિવાદ થયો હતો. તપાસ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 504, 506 હેઠળ ગુનો નોંધ્યો છે.
ભારતીય દંડ સંહિતાની કલમ 504 જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ જાણીજોઈને અપમાન કરે છે અને તેના દ્વારા જાહેર શાંતિનો ભંગ કરવા અથવા અન્ય કોઈ અપરાધ કરવાના ઈરાદા સાથે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરણી કરે છે, તો તે બંનેના દોષિતો માટે જવાબદાર રહેશે.ઉપરાંત તે સજાને પાત્ર છે. કલમ 506 જણાવે છે કે, જે કોઈ ધાકધમકીનો ગુનો કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે કેદની સજા કરવામાં આવશે અથવા દંડ અને બંને સાથે સજા પણ થઈ શકે છે.
આ પણ વાંચો : રણબીર કપૂરના ફોનનો ફોટો વાયરલ થયો, ફોનમાં આલિયા ભટ્ટનું નહીં પરંતુ આ વ્યક્તિનું વોલ પેપર છે
આ પણ વાંચો : The Kashmir Files માં બાળ કલાકારે કડકડતી ઠંડીમાં બે મહિના સુધી શૂટિંગ કર્યું, દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા