
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી બાપ્પાના દર્શન કરવા માટે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા, જ્યાં નીતા અંબાણીની માતા અને બહેન પણ તેમની સાથે જોવા મળ્યા. બધાએ બાપ્પાની પૂજા કરી. આ દરમિયાન, લાલબાગચા રાજાના દર્શન દરમિયાન પાવર કપલ મુકેશ અને નીતા અંબાણી દ્વારા વિતાવેલા એક સુંદર ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં વીડિયોમાં મુકેશ અંબાણી તેમની પત્નીના કપાળ પર તિલક લગાવતા જોવા મળે છે.
લાલબાગચા રાજાને ઇચ્છાઓ પૂર્ણ કરનારા બાપ્પા તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે દેશભરના સેલિબ્રિટી અને લોકો લાલબાગચા રાજાના આશીર્વાદ લેવા આવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ બુધવારે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોચ્યાં હતા.
બંનેએ કડક સુરક્ષા અને ભક્તોની ભારે ભીડ વચ્ચે બાપ્પાના આશીર્વાદ લીધા. નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ પણ સાથે હતી. આ દરમિાન મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાના પગથી કંકુ લઈ નીતા અંબાણીના કપાળ પર લગાવતા જોવા મળે છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
વીડિયો જોઈને યુઝર્સ મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે કે આ ઉંમરે પણ પત્ની માટે પ્રેમ મુકેશ અંબાણીના વર્તનમાં દેખાય છે અને જેટલા સ્નેહથી મુકેશ અંબાણી નીતા અંબાણીને તિલક લગાવી રહ્યા હોય છે કે તે જોઈને આજુ બાજુ ઉભેલા લોકો પણ એક પલ માટે આ ક્ષણને માણતા જોવા મળે છે.
તે જ સમયે, બે દિવસ પહેલા, વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતા અને મુકેશે ન્યૂ યોર્કમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઇન્ડિયા વીકનું આયોજન કર્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ કાર્યક્રમની તારીખ લંબાવવામાં આવી છે.