બોલિવૂડની અભિનેત્રીઓ સાઉથ ઈન્ડસ્ટ્રીના માર્ગ, આલિયા બાદ મૃણાલ ઠાકુરે આ ફિલ્મથી કર્યું ડેબ્યુ

મૃણાલ ઠાકુરની (Mrunal Thakur)પાસે અત્યારે ઘણી સારી ફિલ્મોની યાદી છે. જો મૃણાલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ શાહિદ કપૂર (Shahid Kapoor) સાથે ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે.

બોલિવૂડની અભિનેત્રીઓ સાઉથ ઈન્ડસ્ટ્રીના માર્ગ, આલિયા બાદ મૃણાલ ઠાકુરે આ ફિલ્મથી કર્યું ડેબ્યુ
Actress Mrunal Thakur debut in South industry
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:08 AM

બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur)ટૂંક સમયમાં જ શાહિદ કપૂર(Shahid Kapoor)  સાથે ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. હાલ આ ફિલ્મની રિલીઝ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અભિનેત્રી સાથે જોડાયેલા અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા….અભિનેત્રીને ‘જર્સી’ની રિલીઝ પહેલા જ તેને બીજી ફિલ્મ મળી ગઈ છે. મૃણાલ ઠાકુર જલ્દી જ સાઉથ સિનેમામાં (South Cinema) એન્ટ્રી કરવા જઈ રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સંબંધિત કેટલાક પોસ્ટર શેર કર્યા છે. પોસ્ટર શેર કરતી વખતે મૃણાલે પોતાની ખુશી વ્યક્ત કરી છે.

ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મૃણાલની ​​એન્ટ્રી

મૃણાલ ઠાકુર પહેલા ટીવી એક્ટ્રેસ હતી પરંતુ હવે તેણે ફિલ્મોમાં છવાઈ ગઈ છે. ચાહકોને તેની એક્ટિંગ ખૂબ પસંદ આવી રહી છે. બોલિવૂડ સિવાય સાઉથ ઈન્ડસ્ટ્રી પર મૃણાલ પોતાની પકડ બનાવી રહી છે. તાજેતરમાં તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક પોસ્ટર શેર કર્યા છે. મૃણાલ હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહી છે. મૃણાલે પોતાની ખુશી વ્યક્ત કરતા ફિલ્મના કેટલાક પોસ્ટર શેર કર્યા છે. આ ફિલ્મનું નામ ‘સીતા રામમ’ છે.

જુઓ ફિલ્મનુ ટ્રેલર

 

પોસ્ટર શેર કરતા મૃણાલે કેપ્શનમાં લખ્યું છે કે, રામ નવમીના શુભ અવસર પર, ‘સીતા રામમ’ની ઝલક રજૂ કરી રહી છુ. આ એક આઇકોનિક લવ સ્ટોરી છે જે તમારું દિલ જીતી લેશે. હું ખૂબ જ નસીબદાર છું કે આ અનુભવ લેવા મળ્યો. વિજયથિ ફિલ્મ્સ સાથે મારી સાઉથ ડેબ્યુ ફિલ્મ…

આ યાદીમાં ઘણી ફિલ્મો સામેલ

તમને જણાવી દઈએ કે, મૃણાલ ઠાકુરની પાસે આ સમયે ઘણી સારી ફિલ્મોની યાદી છે. જો મૃણાલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આ સાઉથની ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મ સિવાય મૃણાલ અભિમન્યુ દાસાની સાથે ‘આંખ મિચોલી’, ઈશાન ખટ્ટર સાથે ‘પીપા’ અને અન્ય સાઉથની ફિલ્મ ‘થડમ’ની હિન્દી રિમેકમાં જોવા મળશે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : શાહિદ કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તેમના લગ્ન પર શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર