
શોબિઝ અને ક્રિકેટ જગતનો હંમેશા ગાઢ નાતો રહ્યો છે. અનેક અભિનેત્રીઓ ક્રિકેટર સાથે લગ્ન કરી ચુકી છે. તો કેટલીક અભિનેત્રીઓ ક્રિકેટર સાથેની તેની ડેટીંગ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃણાલ ઠાકુરનું નામ પણ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જોડાઈ રહ્યુ છે. હવે દાવો કરાઈ રહ્યો છે કે મૃણાલ ઠાકુરે યશસ્વી સાથેની તેની ડેટીંગ અંગે મૌન તોડ્યુ છે.
થોડા સમય પહેલા મૃણાલ ઠાકુર અને ક્રિકેટર યશસ્વી જયસ્વાલ મુંબઈના એક કેફેમાંથી બહાર નીકળતા સ્પોટ થયા હતા. જો કે બંને અલગ-અલગ બહાર નીકળ્યા હતા. પરંતુ એક જ કેફેમાંથી બહાર આવતો બંનેનો વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ એવા કયાસ લગાવાઈ રહ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે
જુઓ વાયરલ વીડિયો
So… Yashasvi Jaiswal is dating Mrunal Thakur now?
Didn’t see that plot twist coming at all. Internet detectives are working overtime! pic.twitter.com/y0lT2A5OgU
— Gaurav (@Gaurav_HRX) July 27, 2026
હવે સોશિયલ મીડિયા પર મૃણાલ ઠાકુરની પ્રોફાઈલમાંથી એક કમેન્ડ વાયુવેગે વાયરલ થઈ રહી છે. જેમા તેમણે ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથેની તેની ડેટીંગ પર રિએક્ટ કર્યુ છે.
કમેન્ટમાં લખ્યુ છે ભાઈલોગ રિલેક્સ… શોમાં એક સાથે ક્યાં? કેવી રીતે યાર… તમે લોકો આટલા ભણેલા-ગણેલા થઈને પણ આવી અફવાને સાચી માની લો છો? દેશમાં શું નથી થઈ રહ્યુ. Gen Z પાસેથી કંઈ શીખો અને યોગ્ય મુદ્દા પર વીડિયો બનાવો, વધુ વ્યુઝ મળશે.
જો કે વાયરલ વીડિયો પર હવે મૃણાલ ઠાકુરની આ વાયરલ કમેન્ટ દેખાઈ નથી રહી. પરંતુ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ એ છવાયેલી છે. જો કે અમે આ કમેન્ટની પુષ્ટિ નથી કરતા કે તે કેટલી સાચી છે.
આપને જણાવી દઈએ કે મૃણાલ ઠાકુર અને ક્રિકેટર યશસ્વી જયસ્વાલની ઉમરમાં લગભગ 9-10 વર્ષનું અંતર છે. મૃણાલ 34 વર્ષની છે જ્યારે યશસ્વી 24 વર્ષનો છે.
મૃણાલ ઠાકુરની નામ આ પહેલા સાઉથના એક્ટર ધનુષ સાથે પણ જોડાયુ હતુ. બંનેના લગ્નને લઈને પણ ઘણી ગોસિપ ચાલી રહી હતી. જો કે તેમના નિકટના સ્નેહીઓએ આ ખબરોને પાયાવિહોણી ગણાવી હતી.
Published On - 4:48 pm, Sat, 8 August 26