The Mother Movie Review: ‘ધ મધર’ ફિલ્મમાં ફાઈટર માતા તરીકે જોવા મળી જેનિફર લોપેઝ, જાણો દર્શકોને કેવી લાગી આ ફિલ્મ
The Mother Movie Review in Gujarati : 14 મેના રોજ આખી દુનિયામાં મધર્સ ડેની ઊજવણી કરવામાં આવશે. આ ખાસ દિવસ પહેલા જેનિફર લોપેઝની 'ધ મધર' ફિલ્મની ભારે ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ એક ફાઈટર માતા પર બનેલી આ ફિલ્મનો રિવ્યૂ.
દુનિયાની દરેક માતા એક ફાઈટર હોય છે. તે હાઉસ વાઈફ હોય કે વર્કિંગ વુમન, તેના સંતાન માટે તે અશક્ય કામને પણ શક્ય બનાવી દેતી હોય છે. મ્યૂઝિક આર્ટિસ્ટ , પ્રોડયૂસર અને અભિનેત્રી જેનિફર લોપેઝ આવી જ ફાઈટર માતાની વાર્તા લઈને ઓટીટી પ્લેફોર્મ નેટફિલ્કસ પર આવી છે. ચાલો જાણીએ નિકી કારોના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનો રિવ્યૂ.
જણાવી દઈએ કે જેનિફર લોપેઝની આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નથી. મનોરંજનની દ્રષ્ટિએ આ ફિલ્મમાં કઈ અલગ જોવા મળ્યું નથી. આ ફિલ્મમાં કોઈ સસ્પેન્સ પણ નથી, તેની તમે કોઈ અન્ય કામ કરતા કરતા આ ફિલ્મ સમય પસાર કરવા જોઈ શકો છો. ફિલ્મમાં કેટલાક રમૂજી સીન અને ભરપૂર એક્શન સીન જોવા મળશે. પણ ફેન્સને આ ફિલ્મ વધારે ગમી નથી. જેના કારણે ફિલ્મનું રેટિંગ સતત નીચું જોવા મળી રહ્યું છે. મોટા ભાગના દર્શકોએ આ ફિલ્મને 10માંથી 5 રેટિંગ આપ્યું છે.
જાન્યુઆરી 2022 માં ગ્રાન કેનેરિયા ટાપુ પર થોડા દિવસોના શૂટિંગ પછી, ફિલ્મ ક્રૂમાં કોવિડના ફેલાવાના કારણે શૂટિંગ અસ્થાયી રૂપે રદ કરવું પડ્યું હતુ.25મી ફેબ્રુઆરી, 2022ના રોજ શૂટિંગ ફરી શરૂ થયું હતું.
Quezas Quezas Quezas સોન્ગ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. જેનિફર લોપેઝે 2013 માં એન્ડ્રીયા બોસેલી સાથે પોતે ગીતનું રેન્ડિશન રેકોર્ડ કર્યું હતું.
આ ફિલ્મમાં માલુમાનું ગીત “માલા મિયા” દર્શાવવામાં આવ્યું હતું. માલુમાએ ફિલ્મ મેરી મીમાં જેનિફર લોપેઝ સાથે સહ-અભિનેતા અને સાઉન્ડટ્રેક આલ્બમ પણ બનાવ્યું હતું જેમાં તેણે લોપેઝના પાત્રના ભૂતપૂર્વ મંગેતર બાસ્ટિયનની ભૂમિકા ભજવી હતી.
જેનિફર લોપેઝે અગાઉ મેઇડ ઇન મેનહટન (2002) માં જોસેફ ફિનેસના ભાઈ રાલ્ફ ફિનેસ સાથે કામ કર્યું હતું.
જેનિફર લોપેઝના પતિ બેન એફ્લેકની ફિલ્મ “હિપ્નોટિક” આજ દિવસે રિલીઝ થઈ છે.
આ મૂવીમાં ગેલ ગાર્સિયા બર્નલના પાત્રનું નામ હેક્ટર અલ્વેરેઝ છે. 2017માં આવેલી એનિમેટેડ ફિલ્મ કોકોમાં તેના પાત્રનું નામ પણ હેક્ટર છે.
પુલ અપ સીન અને જેનિફર લોપેઝ નારંગી બેકલેસ ડ્રેસમાં સીડી પર ચાલી રહી છે તે દ્રશ્ય (ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે) ફિલ્મના અંતિમ કટમાં બાકાત રાખવામાં આવ્યું હતું.