ફિલ્મ- હિટઃ ધ ફર્સ્ટ કેસ
કાસ્ટ- રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રા, મિલિંદ ગુનાજી, શિલ્પા શુક્લા, દલિપ તાહિલ
નિર્દેશક – શૈલેષ કોલાનુ
રાજકુમાર રાવની (Rajkummar Rao) હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘હિટઃ ધ ફર્સ્ટ કેસ’ (Hit- The First Case) આ માત્ર એક એવી ફિલ્મ છે, સાઉથમાં રિમેક કરવામાં આવેલી ફિલ્મ છે, પરંતુ આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રીથી થોડી ઉપર છે અથવા તો કોઈ કહી શકે કે તે તેનાથી ઘણું વધારે છે. શરૂઆતમાં તે તમને અન્ય મર્ડર મિસ્ટ્રી ફિલ્મો જેવો અનુભવ કરાવશે, પરંતુ જેમ જેમ તમે ફિલ્મમાં આગળ વધશો તેમ આ ફિલ્મ તમને રોમાંચિત કરશે. પરંતુ આવનારો સમયમાં બોક્સ ઓફિસ નંબર્સ જ નક્કી કરશે કે તેના ભાગ્યમાં શું છે. આ એક સારી રીતે બનેલી થ્રિલર ફિલ્મ છે, જેના વિશે તમે અંત સુધી અનુમાન લગાવતા જ રહો, જે આજના સમયમાં અન્ય ફિલ્મોમાં બતાવવામાં આવતું નથી. રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા સ્ટાટર આ ફિલ્મ તમને બોલિવૂડના જૂના જમાનામાં લઈ જશે અને તમને 136 મિનિટ સુધી પકડીને રાખશે.
ફિલ્મ ‘હિટ’ની વાર્તા રાજકુમાર રાવ (વિક્રમ) પર આધારિત છે, જે એક પોલીસ ઓફિસર છે. તે તેના ભૂતકાળના દુશ્મનો સાથે વ્યવહાર કરવા માટે સંઘર્ષ કરે છે. પત્નીના હિંસક મૃત્યુ પછી વિક્રમને PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) હોવાનું નિદાન થયું છે, એક ગુમ થયેલા માણસના કેસ પછી વિક્રમની પ્રેમિકા નેહા જેનું કેરેક્ટર સાન્યા મલ્હોત્રા દ્વારા ભજવવામાં આવ્યું છે, તે પણ ગુમ થઈ જાય છે. સાન્યાએ ફિલ્મમાં ફોરેન્સિક એક્સપર્ટની ભૂમિકા ભજવી છે. હવે વિક્રમને આ શોધવા માટે સમય સામે દોડ લગાવી પડશે અને આ બાબતો એકબીજા સાથે શા માટે અને કેવી રીતે સંબંધિત છે અને શું તે બંને છોકરીઓને બચાવી શકે છે.
આ બોલિવૂડ ફિલ્મમાં તમને ત્રણ અલગ-અલગ ટ્રેક જોવા મળશે. આ ત્રણેય ટ્રેક તમને વાર્તાના કેરેક્ટર અને વાર્તાનો પરિચય કરાવે છે. પરંતુ તેઓ એકબીજાથી થોડા અલગ જોવા મળે છે. ફિલ્મનો અડધો કલાક ઘણો ઢીલો લાગે છે. પરંતુ આ ફિલ્મ કંટાળાજનક નથી, ભલે તમને શરૂઆતમાં કોન્ટેક્સ્ટનો અભાવ લાગતો હોય, પરંતુ ફિલ્મમાં ઈન્વેસ્ટીગેશન શરૂ થતાં જ આ ફિલ્મ પોતાનામાં જ રંગ જમાવી દે છે અને પછી ખૂબ જ ટૂંક સમયમાં તમે કેરેક્ટરર્સ પર શંકા કરવાનું શરૂ કરશો.
‘હિટ’ના રોમાંચક પહેલુની તુલના અન્ય કેટલાક બોલિવૂડ થ્રિલરો સાથે કરી શકાય છે. ફિલ્મની એક્શન, સસ્પેન્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર તમને તમારી સીટ પરથી ઉઠવા દેતો નથી. આ ફિલ્મમાં હીરોના પાત્રને ખૂબ જ ચાલાકીથી દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં થોડી હોંશિયારી બતાવવામાં આવી છે, જેની વાર્તા ફિલ્મમાં અન્ય પોલીસના પાત્રોને નાના બનાવતી નથી. આ ફિલ્મ અન્ય ફિલ્મોની સરખામણીમાં માત્ર એક લેવલ ઉપર છે. PTSD અને પેનિક એટેકનું કેરેક્ટરાઈજેસન ખૂબ સારું છે પરંતુ તે ટૂંક સમયમાં રિપીટ કરવાનું શરૂ કરે છે. એવું લાગે છે કે આ માત્ર બતાવવા માટે કરવામાં આવ્યું છે કે વિક્રમ તેના ભૂતકાળના દુઃખથી કેટલો પ્રભાવિત છે, પરંતુ થોડા સમય પછી જે સીન આવે છે તે તમને ભાવુક કરી દે છે.
ફિલ્મમાં એક ખામી પણ છે. તેના ઈમોશનલ સીન અને ડાયલોગ્સ બહુ સુપરફિસિયલ લાગે છે. આ સિવાય ક્યારેક એવું પણ લાગે છે કે રાજકુમાર રાવ ઈમોશન વગર માત્ર સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન પણ શાનદાર છે અને ગિરીશ કોહલીના ડાયલોગ્સ પણ સારા છે.
આ ફિલ્મ જોવી જ જોઈએ. જો બીજું કંઈ નહીં તો રાજકુમાર રાવ માટે જુઓ. રાજકુમાર રાવની આ ફિલ્મ તેની આસપાસ ફરે છે. ફિલ્મમાં રાજકુમાર રાવને દલિપ તાહિલ અને મિલિંદ ગુનાજી જેવા કલાકારો મદદ કરી રહ્યા છે. ફિલ્મમાં તમામ કલાકારોએ શાનદાર એક્ટિંગ કરી છે. પરંતુ રાજકુમાર રાવે આ શો જીતી લીધો છે. સાન્યા મલ્હોત્રાનો સ્ક્રીન ટાઈમ ભાગ્યે જ જોવા મળે છે. તેને જે પણ સીન આપવામાં આવ્યા છે તેને તેણે ન્યાય આપ્યો છે.