મોહનલાલ-સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘Marakkar’એ બોક્સ ઓફિસ પર બનાવ્યો રેકોર્ડ, રિલીઝ પહેલા જ કર્યું 100 કરોડનું કલેક્શન

|

Dec 02, 2021 | 10:19 PM

મોહનલાલની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ મારક્કરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મ સાથે જોડાયેલી મોટી માહિતી એ છે કે તેણે રિલીઝ પહેલા જ 100 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

મોહનલાલ-સુનીલ શેટ્ટીની ફિલ્મ Marakkarએ બોક્સ ઓફિસ પર બનાવ્યો રેકોર્ડ, રિલીઝ પહેલા જ કર્યું 100 કરોડનું કલેક્શન
Mohanlal-Sunil Shetty's film 'Marakkar'

Follow us on

મોહનલાલની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ મારક્કરે (Marakkar) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ બનાવવાનો વિચાર ઘણા સમય પહેલા મોહનલાલનો હતો. હવે આ ફિલ્મ બની છે અને સિનેમાઘરોમાં રિલીઝ પણ થઈ છે.

ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી મોટી માહિતી એ છે કે તેણે રિલીઝ પહેલા જ 100 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાઉથના સુપરસ્ટાર મોહનલાલ અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘Marakkar: Lion of the Arabian Sea’ રિલીઝ પહેલા જ આટલા આંકડોને સ્પર્શી ગઈ છે, જેને એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે, ફિલ્મના એડવાન્સ બુકિંગને કારણે ફિલ્મ 100 કરોડની યાદીમાં આવી ગઈ છે. આ ફિલ્મ આખી દુનિયામાં લગભગ 4100 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. તેના લગભગ 16000 શો ચાલી રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકોનો ટ્રેન્ડ પણ પોઝિટિવ આવી રહ્યો છે.

મેકર્સે 100 કરોડની કમાણીનો દાવો કર્યો છે

મોહનલાલે પોતાના એક ટ્વિટમાં આ દાવો કર્યો છે, તેમણે ટ્વિટ કર્યું છે કે આ ફિલ્મ પહેલી ભારતીય ફિલ્મ છે જેણે રિલીઝ પહેલા 100 કરોડનો બિઝનેસ કર્યો છે. તેણે અન્ય એક ટ્વિટમાં એ પણ માહિતી આપી હતી કે, આ ફિલ્મ 16000 શો સાથે સમગ્ર વિશ્વમાં 4100 સ્ક્રીનમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝના બે દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ એક મોંઘી ફિલ્મ છે જેનાથી નિર્માતાઓને ઘણી આશા છે.

આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં ઘણા મોટા કલાકારો છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ 1996માં જ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક કારણોસર તે બની શક્યું નહીં. બાદમાં તેના પર કામ શરૂ થયું અને લગભગ 104 દિવસ સુધી ચાલેલા શૂટિંગ બાદ તેને બનાવવામાં આવ્યું. EA સાથે, તેમનું પોસ્ટ પ્રોડક્શન પણ માત્ર 14 દિવસમાં પૂર્ણ થયું હતું. યવ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મોહનલાલની સાથે સુનીલ શેટ્ટી, અશોક સેલવાન કીર્તિ સુરેશ, નેદુમુદી વેણુ, અર્જુન સરજા, મંજુ વોરિયર જેવા કલાકારો કામ કરી રહ્યા છે. તેને લાઇ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. તે મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થઈ છે.

 

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

Published On - 10:09 pm, Thu, 2 December 21

Next Article