Mira Rajput ને પ્રેમ કરતા હતા Shahid Kapoor, માં નીલિમા અઝિમને કહેતી વખતે ખૂબ શરમાયા અભિનેતા

|

May 10, 2021 | 4:58 PM

અભિનેત્રી નીલિમા અઝીમે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે શાહિદ કપૂરે તેમને કહ્યું હતું કે તે મીરા રાજપૂતને પ્રેમ કરે છે. આ દરમિયાન શાહિદ ખૂબ શરમાયા હતા. આ પછી તે મીરાને પણ મળી હતી.

Mira Rajput ને પ્રેમ કરતા હતા Shahid Kapoor, માં નીલિમા અઝિમને કહેતી વખતે ખૂબ શરમાયા અભિનેતા
Neelima Azeem, Shahid Kapoor, Mira Rajput

Follow us on

બોલીવુડ અભિનેત્રી નીલિમા અઝિમે (Neelima Azeem) ખુલાસો કર્યો કે તેમના પુત્ર શાહિદ કપૂરે (Shahid Kapoor) સૌથી પહેલા તેમને કહ્યું હતું કે તે મીરા રાજપૂત (Mira Rajput) ને પ્રેમ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શાહિદ ખૂબ જ શરમાયો હતો અને તે જાણતો ન હતો કે તે આ સમાચાર પર કેવી પ્રતિક્રિયા આપશે. શાહિદ અને મીરાના લગ્ન સમારોહ વર્ષ 2015 માં ગુરુગ્રામમાં એક ખાનગી સમારોહમાં યોજાયો હતો. હવે તેઓને ચાર વર્ષની પુત્રી મીશા અને બે વર્ષનો પુત્ર જૈન છે.

નીલિમા અઝિમે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “જ્યારે શાહિદે મને કહ્યું ત્યારે તે ખૂબ જ શરમાયો હતો. તે આ સ્વભાવનો છે, તે ખૂબ જ કેયરફુલ છે અને તેને ખાતરી નહોતી કે આ અંગે હું કેવી પ્રતિક્રિયા આપીશ, પણ હું ખૂબ જ ઉત્સાહિત હતી. તેમણે મને તેમનો (મીરા) ફોટો બતાવ્યો અને તે પછી, અમે મળ્યા. હું મીરાને મળી અને તે ખૂબ જ પ્યારી, યુવા અને ઉત્સાહ, પ્યાર અને સ્નેહથી ભરેલી હતી. મને તે પ્રથમ નજરમાં જ ગમી ગઈ. ”

સુંદર હોવાની સાથે સમજદાર પણ

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

નીલિમા અઝીમે તેમની પુત્રવધૂની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તે ‘ખૂબ જ બુદ્ધિશાળી’ તેમ જ ‘સમજુ અને સંતુલિત’ પણ છે. તેમણે કહ્યું, ” બેશક, તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે. ઉપરાંત, તે એવી વ્યક્તિ છે જેણે અમારા પરિવારમાં સંતુલન બનાવી રાખ્યું છે. તે ખૂબ જ સારી ગૃહિણી અને જીવનસાથી છે. તે તેની ઉંમર પ્રમાણે ખૂબ હોશિયાર છે. ”

 

 

 

શાહિદની સારો મિત્ર અને જીવનસાથી

નીલિમા અઝિમે આગળ કહ્યું, “તે અકલ્પનીય છે કે તેમણે શાહિદનું જીવન કેવી રીતે ગોઠવ્યું છે. તે આટલી નાની ઉમરની માં છે અને તે દરેક બાબતમાં ઘણી સારી છે. તે ઉપરાંત તે શાહિદની ખૂબ જ સારી મિત્ર અને પાર્ટનર છે.”

 

આ પણ વાંચો :- Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો

આ પણ વાંચો :- Shahid Kapoor ના નાના બાળકોએ Mira Rajput ને આપી ખાસ ગિફ્ટ, Photo જોયા પછી તમે પણ થશો ખુશ

Next Article