Manoj Bajpayee થી નફરત કરે છે આ હાસ્ય કલાકાર, અભિનેતા વિશે કંઇક આમ કહ્યું…

|

Jul 26, 2021 | 10:13 PM

હાસ્ય કલાકાર સુનીલ પાલ (Sunil Pal) તેમની કોમેડી સિવાય પણ તેમના વિવાદિત નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં હવે સુનિલ પાલ મનોજ બાયપાયને નિશાન બનાવીને ચર્ચામાં આવ્યા છે.

Manoj Bajpayee થી નફરત કરે છે આ હાસ્ય કલાકાર, અભિનેતા વિશે કંઇક આમ કહ્યું...
Manoj Bajpayee

Follow us on

મનોજ બાજપેયી (Manoj Bajpayee) લાખો દિલ પર રાજ કરે છે. મનોજે તેમની કારકિર્દીમાં એકથી એક દુર્લભ ફિલ્મો ચાહકોની સામે રજૂ કરી છે. નેશનલ અવોર્ડ વિજેતા મનોજ બાજપેયીની વેબસીરીઝ ધ ફેમિલી મેન 2 તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને આ માટે અભિનેતાને બિરદાવવામાં આવ્યા છે. આ દરમિયાન અભિનેતાને હાસ્ય કલાકાર સુનિલ પાલે નિશાન બનાવ્યા છે.

ચાલો તમને જણાવી દઈએ કે, ઘણીવાર હાસ્ય કલાકાર સુનીલ પાલ (Sunil Pal) તેમની કોમેડી સિવાય પણ તેમના વિવાદિત નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં હવે સુનિલ પાલ મનોજ બાજપેયીને નિશાન બનાવીને ચર્ચામાં આવ્યા છે.

સુનિલે મનોજ પર સાધ્યું નિશાન

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

સુનીલે તાજેતરમાં મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને એમેઝોન પ્રાઈમ (Amazon Prime) ની વેબ સિરીઝ ધ ફેમિલી મેન (The Family Man) પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. તાજેતરમાં રાજ કુંદ્રા કેસ અંગે સુનિલ પાલ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં એક સમાચારો અનુસાર સુનિલે કહ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર સેન્સરશીપ નહીં હોવાનો ઘણા લોકો ફાયદો લઈ રહ્યા છે. આવી ઘણી સિરીઝ સતત બનાવવામાં આવી રહી છે, જેને તમે તમારા પરિવાર અને બાળકો સાથે જોઈ શકતા નથી.

તેમણે વધુમાં કહ્યું છે કે હું એક નામ લેવા માંગુ છું જેને હું ખુબજ નફરત કરું છું જેમકે મનોજ બાજપેયી. સુનિલે કહ્યું છે કે મનોજ બાજપેયી એટલા મોટા સ્ટાર છે, તેમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, પરંતુ તેમના કરતા  ઉદ્ધત અને હલકો માણસ મેં જોયો નથી.

સુનીલ અહીં રોકાયા નહીં અને આગળ કહ્યું કે તમે આવી સિરીઝ બનાવી રહ્યા છો જેમાં એવી દુનિયા બતાવી રહ્યા છો જેમાં તમારી પત્નીનું અફેર બીજે ક્યાંક ચાલે છે, તમારું બીજે ક્યાંક ચાલી રહ્યું છે. સગીર છોકરી બોયફ્રેન્ડ વિશે વાત કરી રહી છે, શું એવી ફેમિલી હોય છે ? ‘

 

ધ ફેમિલી મેન સ્ટાર કાસ્ટ પર સાધ્યું નિશાન

સુનીલે પ્રિયમણિ અને શરદ કેલકર પર પણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે અત્યારે તેની સીઝન રોકી દીધી કે, લોનાવાલામાં શું થઈ રહ્યું છે, ખંડાલામાં શું થઈ રહ્યું છે… શું થઈ રહ્યું છે? આ રીતે સુનિલનો ગુસ્સો ફેમિલી અને મનોજ બાજપેયી ઉપર ભભૂકી ઉઠ્યો છે. સુનીલને આ રીતે મનોજના ચાહકો હવે જોરશોરથી ટ્રોલ કરી રહ્યા છે. ચાહકો ઉગ્રતાથી સુનિલને જુદી જુદી રીતે કઠઘરામાં ઉભા રાખતા જોવા મળી રહ્યા છે.

 

Next Article