Maheshwari Amma Passes Away : મહેશ્વરી અમ્માના (Maheshwari Amma)નામથી જાણીતી સાઉથની અભિનેત્રી લલિતાનુ (Lalitha) નિધન થયુ છે.દિગ્ગજ અભિનેત્રીએ 5 દાયકામાં સાઉથની 500 ફિલ્મોમાં કામ કર્યું છે. 73 વર્ષની લલિતા લિવર સંબંધિત બિમારીથી પીડિત હતી અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, મંગળવારે રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી મુજબ અભિનેત્રીના અંતિમ સંસ્કાર બુધવારે કેરળમાં જ કરવામાં આવશે.ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ લલિતા ભલે આ ઉંમરે પણ કામ કરવામાં એક્ટિવ હતી,પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબધિત બિમારીઓનો સામનો કરી રહી હતી.
લલિતાના પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો, તેણે લેફ્ટ ઓરિએન્ટેડ કેરળ પીપલ્સ આર્ટસ ક્લબ (Left-oriented Kerala People’s Arts Club)દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ખરેખર એક થિયેટર ક્લબ છે. આ પછી વર્ષ 1969માં લલિતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો અને તેણે ફિલ્મ ‘કુટ્ટુકુડુડુમ્બમ’માં કામ કર્યું. આ ફિલ્મનું નિર્દેશન કેએસ સેતુ માધવન દ્વારા કરવામાં આવ્યુ હતુ.
લલિતા 1969 થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી અને તે લગભગ 5 દાયકાથી કામ કરી રહી હતી. લલિતાએ મલયાલમ ઉપરાંત અન્ય ઘણી ભાષાઓમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી વધુ પારિવારિક પાત્રો ભજવતી હતી. માતા,બહેન અને પુત્રીના પાત્રોમાં તેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ આવી હતી.આ સિવાય તેની કોમેડી પણ દર્શકોને ખુબ પસંદ આવતી.
લલિતાને તેમની એક્ટિંગ માટે વર્ષ 1990 અને 2000 માં અમરમ અને શાંતમ ફિલ્મો માટે સહાયક અભિનેત્રી માં રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
લલિતાના અંગત જીવનની વાત કરીએ તો તેણે ફિલ્મ નિર્દેશક ભરથન સાથે લગ્ન કર્યા હતા. જોકે ડાઈરેક્ટરનું 1998માં નિધન થયુ હતુ. લલિતાને એક પુત્ર સિદ્ધાર્થ છે જે એક અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યા છે.
કેરળના CM પિનરાઈ વિજયને (CM Pinarayi Vijayan) લલિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યુ,લલિતા ઈતિહાસનો હિસ્સો રહી છે અને તેણે પોતાના જબરદસ્ત અભિનયથી વિવિધ પેઢીઓના દિલ જીતી લીધા છે.
#KPACLalitha was not just an icon of Malayalam cinema. She was also one of the faces of the progressive art movement that has fought the conservative forces in our society. Till her last breath, she stood firm by those values. Heartfelt condolences to her family and friends. pic.twitter.com/SCOJq8PluB
— Pinarayi Vijayan (@vijayanpinarayi) February 23, 2022
આ પણ વાંચો : Photos : ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યુ