Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા

|

Feb 17, 2022 | 12:16 PM

અભિનેતા કોટ્ટાયમ પ્રદીપે 17 ફેબ્રુઆરીની સવારે 61 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કોટ્ટાયમ પ્રદીપનું હાર્ટ એટેકને કારણે નિધન થયુ છે.

Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા
Kottayam Pradeep Passed away (File Photo)

Follow us on

Kottayam Pradeep Passed Away : સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી (South Industry) એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય મલયાલમ અભિનેતા કોટ્ટયમ પ્રદીપનું (Kottayam Pradeep) નિધન થયું છે. અભિનેતાએ 17 ફેબ્રુઆરીની સવારે 61 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે, કોટ્ટાયમ પ્રદીપનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. કોટ્ટયમ પ્રદીપના આકસ્મિક નિધનથી હાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પૃથ્વીરાજ સુકુમારે તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટથી આ સમાચાર શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી.

અચાનક અભિનેતાની છાતીમાં દુખાવો થવા લાગ્યો

પ્રદીપને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તે સમયે અભિનેતા કેરળના (kerala) કોટ્ટાયમમાં હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. અભિનેતાના મૃત્યુના સમાચારથી હાલ ચાહકો અને સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકો અભિનેતાને શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરી રહ્યા છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ

અભિનેતા પ્રદીપને યાદ કરતા પૃથ્વીરાજ સુકુમારને ટ્વિટર પર લખ્યુ કે, ‘રેસ્ટ ઇન પીસ(RIP) પ્રદીપ.’ અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળીને ડાયરેક્ટર જ્હોન મહેન્દ્રને એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું ‘મલયાલમ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ નેચરલ અભિનેતા હવે નથી રહ્યા.’ તમને જણાવી દઈએ કે, પ્રદીપે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ ફિલ્મોમાં કોમેડી ભૂમિકાઓ ભજવતા હતા.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

તેણે મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી એક અલગ છાપ છોડી

મલયાલમ અભિનેતાએ અત્યાર સુધીમાં 70 ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમની પ્રથમ ફિલ્મ હતી Ee Nadu Enale Vare. આ ફિલ્મમાં તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દિગ્દર્શક ગૌતમ મેનનની વિનૈતાંદી વરુવાયામાં પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાએ ‘ઓરુ વદક્કન સેલ્ફી’, (Oru Vadakkan Selfie) કુંજીરામાયનમ, આડુ ઓરુ ભીગરાજીવાનુ (Aadu Oru Bheegara Jeevi Aanu), જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

 

આ પણ વાંચો : બાળક થયા બાદ અભિનેતાએ કહ્યું, અમારા લગ્ન થઈ ગયા છે, રામપાલ-ગેબ્રિયલાએ લગ્ન પહેલા ઉઠાવ્યું મોટું પગલું

Next Article