પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ માટે બનાવવામાં આવ્યો હતો હોસ્પિટલનો સેટ, કોરોના દર્દીઓ માટે આપી દીધો દાનમાં

|

May 11, 2021 | 2:08 PM

કોરોનાની મહામારીમાં સૌ અનેક રીતે મદદ કરી રહ્યા છે. આવામાં રાધે શ્યામ ફિલ્મના મેકર્સે ફિલ્મ માટે બનાવેલી હોસ્પિટલ દાનમાં આપી દીધી છે.

પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ માટે બનાવવામાં આવ્યો હતો હોસ્પિટલનો સેટ, કોરોના દર્દીઓ માટે આપી દીધો દાનમાં
File Image

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેર સાથે ઓક્સિજન સિલિન્ડર, બેડ અને દવાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આ બધામાં ઘણા બધા એક્ટર્સ મદદ માટે આગળ આવ્યા છે અને દર્દીઓને પોતપોતાના સ્તરે રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. હવે પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ રાધે શ્યામના નિર્માતાઓએ મદદની જાહેરાત કરી છે.

ફિલ્મ માટે બનાવેલ હતો સેટ

રિપોર્ટ અનુસાર નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મ માટે એક હોસ્પિટલનો સેટ ઉભો કર્યો હતો. આ સંપૂર્ણ હોસ્પિટલ દાનમાં આપી છે. તેની કિંમત છ કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં ખરેખર ઇટાલીની એક હોસ્પિટલમાં દર્શાવવાની હતી. જેમાં 50 પલંગ, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, આરોગ્ય સાધનોના સ્ટેન્ડ્સ, સ્ટ્રેચર્સ અને ઓક્સિજન સિલિન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉત્પાદકોએ તે સમગ્ર સમાંગ્રીને ખાનગી હોસ્પિટલમાં દાન કર્યુ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હોસ્પિટલમાં થઇ રહી હતી બેડની સમસ્યા

ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર રવિન્દર રેડ્ડીએ ડેક્કન ક્રોનિકલને જણાવ્યું હતું કે તેઓ એક ખાનગી હોસ્પિટલના સીઈઓને મળ્યા હતા, જે પછી આ વિચાર આવ્યો. સીઈઓએ કહ્યું હતું કે તેમની પાસે બેડ નથી અને તે બધા આ ક્ષણે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રવિન્દરે જણાવ્યું હતું કે પ્રભાસ અને ‘રાધે શ્યામ’ ની આખી ટીમ હોસ્પિટલના સેટ અને અન્ય સાધનો કોવિડ 19 ના દર્દીઓને મદદમાં આપવામાં આવશે તેવા નિર્ણયથી ખૂબ જ ખુશ છે.

આ પગલા પર ઠેર ઠેર પ્રસંસા પણ થવા લાગી છે. સોશિયલ મીડિયા પર પ્રભાસના ફેંસ પણ પ્રોડક્શન કંપનીના આ નિર્ણયને ખુબ વખાણી રહ્યા છે.

 

આ પણ વાંચો: જો તમે પણ કરો છો સેનિટાઈઝર વધુ ઉપયોગ તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ ગંભીર સમસ્યા

આ પણ વાંચો: જોરદાર આંધીના કારણે તૂટી ગયો કાચનો પૂલ, 330 ફૂટ ઊંચાઈ પર લટકતો રહ્યો યુવાન

Next Article