બોલિવૂડ પર મહેશ બાબુનું મોટું નિવેદન, કહ્યું, હું શા માટે મારો સમય બગાડું??

|

May 10, 2022 | 11:39 AM

હિન્દી સિનેમાના (Bollywood) દરેક નિર્માતાની આજે અભિનેતા મહેશ બાબુ સાથે કામ કરવાની ઈચ્છા છે. તેનું કારણ છે તેની મોહક શૈલી, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

બોલિવૂડ પર મહેશ બાબુનું મોટું નિવેદન, કહ્યું, હું શા માટે મારો સમય બગાડું??
South Actor Mahesh Babu (File Photo)

Follow us on

છેલ્લા ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે, સાઉથની ફિલ્મોનો (Tollywood) સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) ક્યારે બોલિવૂડમાં (Bollywood) ડેબ્યુ કરશે… પ્રેક્ષકો જે ટોલીવુડ સ્ટાર્સને તેમનું ભવ્ય બોલિવૂડ ડેબ્યૂ કરતા જોવા માંગે છે, તેમાંના એક કલાકારમાં મહેશ બાબુનો સમાવેશ થાય છે. મહેશ બાબુના માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પણ હજારો ચાહકો છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનો આ ફેવરિટ સ્ટાર હવે હિન્દી ફિલ્મોમાં કામ કરે… પરંતુ આ અંગે મહેશ બાબુનો અભિપ્રાય તદ્દન વિપરીત જોવા મળ્યો છે.

તાજેતરમાં, મહેશ બાબુએ બોલીવુડ વિશે એટલી મોટી વાત કહી છે કે, કદાચ હિન્દી સિનેમાના મોટા નિર્માતાઓની ઉંઘ ઉડી જશે. મહેશ બાબુએ તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે કહ્યું હતું કે બોલિવૂડને તે પોસાય તેમ નથી, એટલે કે તેની વેલ્યુને બૉલીવુડ એફોર્ડ કરી શકે તેમ નથી. તેથી તે હિન્દી ફિલ્મોમાં પોતાનો સમય વેડફવા માંગતો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહેશ બાબુએ ગઈ કાલે એટલે કે સોમવારે, આદિવી શેષ સ્ટારર ફિલ્મ મેજરના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ‘મેજર’ મહેશ બાબુના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આદિવી શેષ સ્ટારર આ ફિલ્મ મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનનું અંગત જીવન અને એક સૈનિક તરીકે તેમનો જુસ્સો, તેમની આખી વાર્તા બતાવશે.

જાણો મહેશ બાબુએ બોલિવૂડ વિશે શું કહ્યું ??

પોતાના બોલિવૂડ ડેબ્યૂ પર વાત કરતાં મહેશ બાબુએ કહ્યું કે, ”મને ઘણી બધી હિન્દી ફિલ્મોની ઑફર્સ મળી રહી છે. પરંતુ મને નથી લાગતું કે તેઓ મને એફોર્ડ કરી શકશે. હું એવા ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવામાં મારો સમય વેડફવા માંગતો નથી જે મને પોસાય તેમ નથી. મને અહીંયા (દક્ષિણ) ઘણું સન્માન અને સ્ટારડમ મળ્યું છે, તેથી હું ક્યારેય મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને બીજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાનું વિચારતો નથી. મેં હંમેશા ફિલ્મો કરવાનું અને મોટું બનવાનું વિચાર્યું છે. મારું સપનું હવે સાકાર થઈ રહ્યું છે અને હું તેનાથી વધુ ખુશ થઇ શકું નહીં.”

તાજેતરમાં, એવા અનેક અહેવાલો આવ્યા છે કે, બોલિવૂડ નિર્માતાઓ પણ મહેશ બાબુ સાથે કામ કરવા માંગે છે. પરંતુ આ અંગે બોલિવૂડ અથવા મહેશ બાબુ તરફથી ક્યારેય કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હવે મહેશ બાબુના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેને અત્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો કોઈ વિચાર જણાઈ રહ્યો નથી.

હાલમાં મહેશ બાબુના વર્ક ફ્રન્ટ પર શું છે ??

જો કે, મહેશ બાબુના વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, આ લોકપ્રિય અભિનેતા પરશુરામ પેટલાની ફિલ્મ ‘સરકારૂ વારી પેટલા’માં જોવા મળશે. આ ફિલ્મ પછી મહેશ બાબુ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની અપકમિંગ થ્રિલર ફિલ્મમાં પણ જોવા મળશે.

 

Next Article