New Film : મધુર ભંડારકરની ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ શરૂ, તમન્ના ભાટિયા જોવા મળશે લીડ રોલમાં

|

Feb 18, 2022 | 3:06 PM

તમન્ના ભાટિયા બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જોવા મળી છે, ત્યારે 'બબલી બાઉન્સર' ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળશે.

New Film : મધુર ભંડારકરની ફિલ્મ બબલી બાઉન્સરનું શૂટિંગ શરૂ, તમન્ના ભાટિયા જોવા મળશે લીડ રોલમાં
Babli bouncer shooting begins (File Photo)

Follow us on

Babli Bouncer Shooting :  તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી નથી. બોલિવૂડમાં જોવા મળતી તમન્નાના ગાયબ થયા બાદ બધાને લાગ્યું કે તે હવે આ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Industry) તે કામ નહીં કરે, પરંતુ તેના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. તેણે એક બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તમન્નાએ મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બબલી બાઉન્સર'(Babli Bouncer) નું શૂટિંગ શરૂ કર્યુ છે.

ઘણા દિવસોથી આ ફિલ્મ વિશે સમાચાર હતા પરંતુ હવે પુષ્ટિ થઈ છે કે તમન્ના અને મધુર ભંડારકર એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તમન્ના એક લીડ રોલમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે,લાંબા સમય બાદ તમન્ના બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે.

હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck

‘જંગલી પિક્ચર્સે’ શૂટિંગ શરૂ થવાની જાણકારી આપી

જંગલી પિક્ચર્સે મધુર ભંડારકર અને તમન્ના ભાટિયા સાથેની તસવીર અને શૂટિંગની તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને માહિતી આપી છે કે ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, બચીને રહેજો ભાઈઓ અને બહેનો … બબલી બાઉન્સર આવી રહી છ! તમન્ના ભાટિયા બ્યુટી પોતાની ડ્યુટી પર પરત ફરવાની છે. હવે કોઈનું દિલ તૂટી જશે કે દાંત… તેનો જવાબ માત્ર ડિરેક્ટર મધુર ભંડારકર પાસે છે.

લીડ રોલમાં જોવા મળશે તમન્ના ભાટિયા

તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે જોવા મળી છે. બાહુબલી બાદ તેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ પણ છે. તે ગયા વર્ષે સાઉથની ફિલ્મ ‘સિટીમાર’માં જોવા મળી હતી. આ સાથે જ તેણે ‘નવેમ્બર સ્ટોરી’ નામની વેબ સિરીઝ પણ કરી હતી. બીજી તરફ, મધુર ભંડારકર ફરી એક સ્ત્રીલક્ષી ફિલ્મ દર્શકોની વચ્ચે લાવી રહ્યા છે. તેણે છેલ્લે ‘ઈન્દુ સરકાર’નું દિગ્દર્શન કર્યું હતુ.

 

આ પણ વાંચો: Bachchan Pandey Trailer Out :અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’નું ટ્રેલર રિલીઝ, ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા