Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો

|

Jan 23, 2022 | 7:34 PM

આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની પ્રેમ કહાની (Lata Mangeshkar Love Story) વિશે જેણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને જણાવીશું કે તેમણે લગ્ન કેમ ન કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ?

Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો
Lata Mangeshkar love story with former Cricketer Raj Singh Dungarpur (File Image- ESPNcricinfo & Twitter)

Follow us on

આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની પ્રેમ કહાની (Lata Mangeshkar Love Story) વિશે. જેણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને જણાવીશું કે તેણે લગ્ન કેમ ન કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ? પ્રેમ હતો તો લગ્ન કેમ ન કર્યા ? સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ સંગીતને (Music) ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના(Madhya Pradesh) ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેને અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં 10 હજારથી વધુ ગીત ગાયા છે.

લતા મંગેશકરને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી(Dadasaheb Phalke) નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી (Bharat Ratna) પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજીના લાખો ચાહકોના મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે લતાજીએ લગ્ન કેમ ન કર્યા ? તો આજે અમે તમને લતાજીના પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે લતાજી પણ કોઈના પ્રેમમાં પડી ગયા હતા પરંતુ લગ્ન ન થઈ શક્યા. તેમની પ્રેમ કહાની અધૂરી રહી.

એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા. એક સમાચાર અનુસાર એવું કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

લતા મંગેશકર જેને પ્રેમ કરતા હતા તે ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યા છે. આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે પણ જોડાયેલા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો:

શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે ? જાણો સત્ય

આ પણ વાંચો:

Pushpa : Oo Antavaમાં ધૂમ મચાવ્યા બાદ શું સામંથા વિજય દેવરકોંડાની ‘લાઇગર’માં પણ કરશે ડાન્સ નંબર ?

Next Article