Lock Upp: કરણવીરને શોમાં ‘લુઝર’ કહેતા અભિનેતાની પત્ની થઈ ગુસ્સે, કંગના રનૌતને પુછ્યા આ સવાલો

|

Mar 01, 2022 | 6:45 PM

કંગના રનૌતે આ વીડિયો પ્રોમોને તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે, સાથે કેપ્શન - 'ક્વીને કરણવીર વોહરાની લીધી સોલિડ ટેસ્ટ'.

Lock Upp: કરણવીરને શોમાં લુઝર કહેતા અભિનેતાની પત્ની થઈ ગુસ્સે, કંગના રનૌતને પુછ્યા આ સવાલો
Teejay Sidhu react on kangana Ranaut comment

Follow us on

Lock Upp: કંગના રનૌતનો રિયાલિટી વેબ શો ‘લોક અપ’ (Lock Upp Reality Show) હાલમાં ચર્ચાનો વિષય છે. ટીવી એક્ટર કરણવીર વોહરા પણ કંગનાના શોમાં સ્પર્ધક તરીકે જોવા મળે છે. શોમાં અભિનેત્રી કંગનાએ (Kangana Ranaut) સ્ટેજ પર અભિનેતાનું તીક્ષ્ણ શબ્દોમાં સ્વાગત કર્યું. જે બાદ હવે કરણવીરની (Karanvir Bohra) પત્ની ટીજેએ પ્રતિક્રિયા આપી છે. શોમાં તેના પતિ માટે ‘લુઝર’ શબ્દ સાંભળીને, Teejay Sidhu ખુબ નારાજ થઈ છે. અભિનેતાની પત્નીએ શોમાં કરણવીર વોહરા માટે આવા શબ્દો વાપરવા બદલ કંગનાને આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

કરણવીરની પત્નીએ શું કહ્યું ?

ટીજેએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યુ કે ‘જો કોઈ સફળ ટીવી અભિનેતા રિયાલિટી શો જીતી શકતો નથી,તો શું તેને લુઝર કહેવામાં આવે છે ? તો પછી તે રિયાલિટી શોના વિજેતાઓ વિશે શું જેઓ પછીથી સફળ અભિનેતા બન્યા ? શું તે પણ લુઝર છે ?’

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

તમને જણાવવુ રહ્યુ કે, શોમાં અભિનેતાની ઓળખાણ આપ્યા પછી, કંગના રનૌતે તેને કહ્યું’લોકોએ કરણવીર પર આરોપ લગાવ્યો છે કે તે એક અનુભવી રિયાલિટી શો ગુમાવનાર એક્ટર બની ગયો છે.’ કંગના દ્વારા પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કરણે કહ્યું ‘શું તમે કોઈને આ રીતે પ્રેરિત કરો છો ? કે જો તમે શો ન જીતો તો તમે લુઝર છો ? કંગનાએ કરણને આગળ કહ્યું ‘જે હારીને જીતે છે તેને જાદુગર કહેવાય છે, પરંતુ જે હારે છે અને હારતા રહે છે તે કદાચ કરણવીર કહેવાય છે.’

જુઓ વીડિયો

કંગના રનૌતે આ વીડિયો પ્રોમોને તેના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે શેર કર્યો છે, સાથે કેપ્શન – ‘ક્વીને કરણવીર વોહરાની લીધી સોલિડ ટેસ્ટ’. અમારા પ્રશ્નોથી હીરો સ્ટ્રેસમાં આવી ગયા.આ શોમાં, કંગના રનૌત ઘણા સેલેબ્સને’લોકોના આરોપો’ કહી રહી છે. અભિનેત્રી પાયલ રોહતગી પણ કંગનાના શોમાં પહોંચી હતી. જો કે પહેલા જ દિવસે કંગના અને પાયલ વચ્ચે ઝઘડો થતો જોવા મળ્યો હતો. તો તે જ સમયે પાયલે કંગના પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો : Love Grows Song: અનૂપ જલોટાએ પહેલીવાર ગાયું અંગ્રેજી ગીત, ‘લવ ગ્રોઝ’ ગીત રિલીઝ