Mumbai Saga ને સફળ બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા John Abraham અને Emraan Hashmi, વેચી રહ્યા છે ફિલ્મની ટિકિટ

|

Mar 20, 2021 | 7:58 PM

જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી તેમની ફિલ્મ મુંબઈ સાગાને દર્શકો સુધી પહોંચાડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં, તે બંને થિયેટરમાં ટિકિટ વેચતા જોવા મળ્યા હતા.

Mumbai Saga ને સફળ બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા John Abraham અને Emraan Hashmi, વેચી રહ્યા છે ફિલ્મની ટિકિટ
John Abraham

Follow us on

ઇમરાન હાશ્મી (Emraan Hashmi) અને જોન અબ્રાહમ (John Abraham) ની ફિલ્મ મુંબઈ સાગા (Mumbai Saga) શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને સફળ બનાવવા માટે અને પ્રેક્ષકોને ફિલ્મ પ્રત્યે આકર્ષવા માટે જોન અને ઇમરાન સખત મહેનત કરી રહ્યા છે. હકીકતમાં, ફિલ્મની રજૂઆત પછી, જોન અને ઇમરાન થિયેટર પહોંચ્યા અને ત્યાં ફિલ્મ જોવા આવેલા દર્શકોને ટિકિટ વેચી. આ દરમિયાનનો વીડિયો ઇમરાને ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયો શેર કરતી વખતે ઇમરાને લખ્યું કે, અમરત્યા રાવ અને વિજય તમને આમંત્રણ આપે છે આ વર્ષે મોટા પડદા પર સૌથી મોટો ચહેરો જોવા માટે. વીડિયોમાં તમે જોશો કે જોન પહેલા ટિકિટ વેચે છે અને ઇમરાન તેમની બાજુમાં બેસે છે. આ સિવાય ઇમરાને એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે જેમાં દર્શકો તેમના સીન પર ઘણી સીટીઓ અને તાળીઓ વગાડી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

 

શું વાર્તા છે

ફિલ્મ મુંબઈ સાગાની વાર્તા અમરત્યા રાવ (જોન અબ્રાહમ) ની વાર્તા છે જેણે મુંબઈ પર શાસન કરવાનું સપનું જોયું હતું. અમરત્યા રાવ છોટા રાજનનો સહયોગી હોતો. છોટા રાજનના કહેવા પર, અમરત્યા રાવે ઘણા ઉદ્યોગપતિઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અમરત્યા છોટા રાજન દરેક વાત માને છે. છોટા રાજનના કહેવા પર એક પછી એક અનેક ખુન કર્યા પછી તે ટૂંક સમયમાં છોટા રાજનનો જમણો હાથ બની ગયો હતો. તે જ સમયે, ઇન્સ્પેક્ટર વિજય સાવરકર (ઇમરાન હાશ્મી) તેમની દરેક ચાલ પર નજર રાખતા હતા. સાવરકર રાવ દરેક ચાલને ઓળખીને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. હવે રાવ પોલીસના હાથે ઝડપાય છે કે નહીં, તમે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

ફિલ્મની કમાણી

જોન (John Abraham) અને ઇમરાન (Emraan Hashmi) ની ફિલ્મ પ્રેક્ષકોનું દિલ જીતી રહી છે. આ ફિલ્મને ક્રિટિક્સનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. પહેલા દિવસ પ્રમાણે ફિલ્મની શરૂઆત સારી થઈ છે. આગામી દિવસોમાં, ફિલ્મની કમાણી વધુ થઈ શકે છે.

મુંબઈ સાગાની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો તેમા જોન અબ્રાહમ,ઇમરાન હાશમી, સુનીલ શેટ્ટી, રોહિત રોય, અમોલ ગુપ્તે, ગુલશન ગ્રોવર, કાજલ અગ્રવાલ, જેકી શ્રોફ જેવા મોટા કલાકારો છે

Next Article