Lata Mangeshkar Songs: ‘લગ જા ગલે’થી લઈને ‘મેરે ખ્વાબોં મેં જો આયે’ સુધી લતા દીદીએ અનેક સદબહાર ગીતો ગાયા, જુઓ લિસ્ટ

|

Feb 06, 2022 | 10:52 AM

સ્વર કોકિલા લતા મંગેશકરે (Lata Mangeshkar) ઘણી ભાષાઓમાં 1000 થી વધુ ગીતો ગાયા છે. ચાલો જાણીએ લતા દીદીએ ગાયેલા કેટલાક સદબહાર ગીતો વિશે.

Lata Mangeshkar Songs: જ્યારે પણ આપણે લતા મંગેશકરને સાંભળીએ છીએ, જેઓ આખી દુનિયામાં પોતાના સુરીલા અવાજ માટે જાણીતા હતા, ત્યારે આપણું મન તે જ ક્ષણે શાંત થઈ જાય છે. આજે પણ તેમના સદાબહાર ગીતો લોકોના હોઠ પર છે.હિન્દી સિનેમામાં તેમનું નામ આદરથી લેવામાં આવે છે. લતા મંગેશકરે (Lata Mangeshkar) દાયકાઓ સુધી પોતાના સુરીલા અવાજથી સંગીત જગતમાં ધૂમ મચાવી હતી અને આજે પણ તેમનો અવાજ લોકોના દિલમાં છે.

તેમના દર્દભર્યા ગીતો સાંભળીને ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે. ચાલો જાણીએ તેમના કેટલાક સદાબહાર ગીતો વિશે. લગ જા ગલે એક એવું ગીત છે જે નવી અને જૂની પેઢી બંનેને પસંદ છે. ફિલ્મ ‘વો કૌન થી’ના આ ગીતમાં દરેક વ્યક્તિ ખોવાઈ જાય છે.

લગ જા ગલે (Lag Ja Gale)

લગ જા ગલે એક એવું ગીત છે જે નવી અને જૂની પેઢી બંનેને પસંદ છે. ફિલ્મ ‘વો કૌન થી’ના આ ગીતમાં દરેક વ્યક્તિ ખોવાઈ જાય છે. રાજા મહેંદી અલી ખાનના ગીતો અને લતાનો અવાજ મળીને આ ગીત બનાવ્યું છે, તે સીધું જ તમારા હૃદયને સ્પર્શે છે.સૌ જન્ય, સારેગામા પા

રંગીલા રે

વર્ષ 1970માં આવેલી દેવાનંદની સુપરહિટ ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ના ગીત ‘રંગીલા રે’ના બોલ આજે પણ લોકોની જીભ પર છે. આ ગીતમાં લતા દીદીએ પોતાનો મધુર અવાજ આપ્યો છે.

એક પ્યાર કા નગમા હૈ

વર્ષ 1972માં આવેલી હિન્દી ફિલ્મ ‘શોર’નું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ સદબહાર ગીત છે. આ ગીત લતા મંગેશકરે ગાયું હતું અને તેનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું.

એ મેરે વતન કે લોગો (Aye Mere Watan Ke Logo)

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સંગીત અને ગીતો મહત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મની અડધી વાર્તા ગીતો દ્વારા જ સમજાય છે. લતા જેટલું રોમેન્ટિક ગીત ગાતી હતી, તેટલું જ તે દેશભક્તિના ગીતોને જીવન આપતી હતી. આજે પણ જ્યારે આપણે સ્વતંત્રતા દિવસ અથવા 26 જાન્યુઆરીએ લતા મંગેશકરનું ગીત આ મેરે વતન કે લોકો સાંભળીએ છીએ, ત્યારે લતા મંગેશકરનો ચહેરો સામે આવે છે.સૌ જન્ય, સારેગામા પા

અજીબ દાસ્તાન હૈ યે (Ajeeb Dastan Hai yeh)

શંકર-જયકિશન દ્વારા રચિત, આ ગીતનું સંગીત સુંદર હતું, પરંતુ લતા મંગેશકરનો અવાજ તેની સાથે જોડાયો કે તરત જ આ ગીતએ હંગામો મચાવી દીધો. આ ગીત આજે પણ ચાહકોના દિલમાં છે.સૌ જન્ય,Anand Payasi Music

મેરે ખ્વાબોમે જો આયે

1995માં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું આ ગીત આજે પણ છોકરીઓને પસંદ છે. આજે પણ છોકરીઓ આ ગીત પર ડાન્સ પરફોર્મન્સ આપે છે. કાજલના પર્ફોર્મન્સ અને લતાજીના મધુર અવાજે આ ગીતને સદાબહાર બનાવ્યું છે.

આ પણ વાંચો : Lata Mangeshkar Passes Away : લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ગાયા છે આ સુપરહીટ ગીતો અને ગરબા

Next Video