કિયારા અડવાણીને નથી ખબર કે કયા રાજ્યમાં મલયાલમ બોલાય છે ! અભિનેતાઓએ ઉડાવ્યો મજાક, જુઓ-Video

|

Oct 22, 2024 | 10:05 AM

કિયારા અડવાણીએ આ વખતે ટ્રોલિંગનો શિકાર બની છે. કિયારાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેને કોઈ એક ભાષા કયા રાજ્યની છે તે પુછવામાં આવ્યું હતુ પણ તેણી તેનો જવાબ ના આપી શકી અને તેની સાથે બેઠેલા સ્ટાર્સ હસવા લાગ્યા.

કિયારા અડવાણીને નથી ખબર કે કયા રાજ્યમાં મલયાલમ બોલાય છે ! અભિનેતાઓએ ઉડાવ્યો મજાક, જુઓ-Video
Kiara Advani

Follow us on

ઘણી વખત એવું બને છે કે લોકો જનરલ નોલેજના સરળ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. સામાન્ય લોકોની જેમ આવું સ્ટાર્સ સાથે પણ જોવા મળે છે. ઘણા સ્ટાર્સ એવી બેવકૂફી વાળી વાતો કરે કે બધાને હસુ આવી જાય. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવી ભૂલો કરે છે ત્યારે લોકો તેને ધ્યાનમાં લેતા નથી, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં, સ્ટાર્સની ભૂલો યુઝર્સની નજરથી દૂર રહી શકતી નથી અને તેના કારણે તેમના વીડિયો વાયરલ થાય છે અને તેઓ ટ્રોલિંગનો શિકાર બને છે. શું તમને યાદ છે કે કરણ જોહરના ચેટ શોમાં આલિયા ભટ્ટે પણ આવી ભૂલ કરી હતી. જે આજ સુધી લોકો આ બાબતે અભિનેત્રીને ટ્રોલ કરતા રહ્યા છે.

ત્યારે હવે કિયારા અડવાણીએ આ વખતે ટ્રોલિંગનો શિકાર બની છે. કિયારાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેને કોઈ એક ભાષા કયા રાજ્યની છે તે પુછવામાં આવ્યું હતુ પણ તેણી તેનો જવાબ ના આપી શકી અને તેની સાથે બેઠેલા સ્ટાર્સ હસવા લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 22-10-2024
સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?

શું હતો પ્રશ્ન ?

સામે આવેલો આ વીડિયો વર્ષ 2019નો છે, જ્યારે અભિનેત્રી રામ ચરણ સાથેની તેની ફિલ્મના પ્રમોશન માટે રાણા દગ્ગુબાતીના ચેટ શોમાં આવી હતી. આમાં, અભિનેત્રી દક્ષિણ ભારતીય રાજ્યો અને ભાષાઓના નામ લેતી વખતે ગડબડ કરે છે, જેના પછી લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. કિયારા અને રામ ચરણે તેમની તેલુગુ એક્શન ફિલ્મ ‘વિનય વિદ્યા રામા’ના પ્રમોશન દરમિયાન રાણા દગ્ગુબાતીના ટોક શોમાં હાજરી આપી હતી. તેમની મજેદાર વાતચીત દરમિયાન, રાણાએ કિયારાને પૂછ્યું કે શું તે દક્ષિણના રાજ્યો અને ભાષાઓ જાણે છે? જ્યારે રામે તેને તેનું નામ પૂછ્યું, ત્યારે કિયારાએ આત્મવિશ્વાસપૂર્વક તેલંગાણા અને કર્ણાટકનું નામ આપ્યું, પરંતુ ‘આંધ્ર પ્રદેશ’ કહેવામાં થોડી મુશ્કેલી પડી. રાણાએ તેને તામિલનાડુનું અનુમાન લગાવવા માટે સંકેત આપવો પડ્યો. પરંતુ જ્યારે તેણે તેને પૂછ્યું કે ક્યા રાજ્યની ભાષા મલયાલમ છે, ત્યારે કિયારા વિચારતી રહી ગઈ.

કિયારાની સરખામણી આલિયા ભટ્ટ સાથે

કિયારા જવાબ ના આપી શકી, ત્યારબાદ રામ ચરણ અને રાણા દગ્ગુબાતીએ તેને સાચો જવાબ કેરળ જણાવ્યું. આવી સ્થિતિમાં બંને અભિનેત્રી પર ખરાબ રીતે હસવા લાગ્યા અને તે શરમાતી રહી. આ વીડિયો જોયા બાદ લોકો તેની સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કિયારા પણ આલિયા છે. વાસ્તવમાં કિયારાએ ફિલ્મોમાં આવતા પહેલા પોતાનું નામ બદલી નાખ્યું હતું. પહેલા તેનું નામ આલિયા હતું, જે આજે પણ તેનું સત્તાવાર નામ છે.

લોકોની પ્રતિક્રિયા

એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, ‘તે પોતાનો આઈક્યુ ઓછો બતાવી રહી છે. ભારતીય હોવું અને તમારા રાજ્યો અને તેમની ભાષાઓ ન જાણવી એ શરમજનક છે. રસપ્રદ વાત એ છે કે તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મો પૈકીની એક મલયાલમ ફિલ્મની રિમેકની સિક્વલ છે. એક કોમેન્ટમાં લખ્યું હતું, ‘સારું, તેનું અસલી નામ આલિયા છે.

Next Article