Katrinaની બહેન Isabelle Kaif બોલિવૂડમાં પોતાનો દમ બતાવવા માટે તૈયાર, આ રીતે કરશે ટ્રિપલ ધમાકા

|

Feb 23, 2021 | 11:13 AM

ઇસાબેલ કૈફ પણ બોલીવુડમાં ધમાકા કરવાની તૈયારીમાં છે. ઇસાબેલના ખાતામાં એક નહીં પણ ત્રણ ફિલ્મો છે. ઇસાબેલ કૈફ ટાઇમ ટૂ ડાન્સ, સુસ્વાગતમ ખુશમાદિદમાં અને ક્વાથ ફિલ્મમાં જોવા મળશે.

Katrinaની બહેન Isabelle Kaif બોલિવૂડમાં પોતાનો દમ બતાવવા માટે તૈયાર, આ રીતે કરશે ટ્રિપલ ધમાકા
Isabelle Kaif

Follow us on

સ્વેગથી ભરપુર અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ પણ બોલીવુડમાં ધમાકા કરવાની તૈયારીમાં છે. ઇસાબેલના ખાતામાં એક નહીં પણ ત્રણ ફિલ્મો છે. ઇસાબેલના બોલીવુડ ધમાકામાં દબંગ અભિનેતા સલમાન ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.તમને જણાવી એ ઇસાબેલ કૈફ કઇ કઈ ફિલ્મોમાં જોવા મળશે.

ટાઈમ ટુ ડાન્સ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇસાબેલ કૈફ અભિનેતા સૂરજ પંચોલી સાથે ટાઇમ ટૂ ડાન્સ કરતા જોવા મળશે. સૂરજ અને ઇસાબેલએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેનું પહેલું લુક પોસ્ટર અને રિલીઝ ડેટ રજૂ કર્યું છે. ‘ટાઇમ ટૂ ડાન્સ’ 12 માર્ચ 2021 ના ​​રોજ રીલિઝ થશે. તેના પહેલા પોસ્ટર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં સૂરજ અને ઇસાબેલ જોરદાર ડાન્સ કરતા જોવા મળશે. સૂરજે આ પોસ્ટમાં નેટફ્લિક્સને પણ મેન્સન કર્યું છે. ટાઇમ ટુ ડાન્સનું નિર્દેશન સ્ટેનલી ડિકોસ્ટા દ્વારા કરવામાં આવ્યું છે.

સુસ્વાગતમ ખુશામદિદ
ટાઇમ ટુ ડાન્સની સાથે ઇસાબેલ કૈફ ફિલ્મ સુસ્વગતમ ખુશમાદિદમાં પણ જોવા મળશે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ સાથે ઇસાબેલ રોમાંસ કરતી જોવા મળશે. પુલકિતે સુસ્વાગતમ ખુશમાદિદની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફિલ્મમાં ઇસાબેલનું પાત્ર નૂર છે, જે આગ્રાની છે. સુસ્વગતમ્ ખુશમાદિદ ધીરજ કુમાર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.

ક્વાથ
ટાઇમ ટૂ ડાન્સ અને સ્વસ્વગતમ ખુશામદિદ ઉપરાંત ઇસાબેલ પણ ક્વાથ ફિલ્મમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઇસાબેલ કૈફે દીપ મની દ્વારા ગવાયેલુ ગીત માશા અલ્લાહ સાથે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પ્રવેશ કર્યો હતો. દીપે કહ્યું કે ઇસાબેલ ઉદ્યોગમાં નવી છે, પરંતુ તે ખૂબ વ્યાવસાયિક છે.

Next Article