Katrina Kaif ‘ટાઇગર 3’ માં કરશે જોરદાર એક્શન સીન, દક્ષિણ કોરિયાના સ્ટંટ ડિરેક્ટર પાસેથી લઈ રહી છે ટ્રેઈનીંગ

|

Mar 05, 2021 | 1:01 PM

કેટરીના કૈફ સતત તેના ટ્રેનર સાથે જીમમાં પરસેવો પાડી રહી છે. તે દક્ષિણ કોરિયાના સ્ટંટ ડિરેક્ટર પાસેથી માર્શલ આર્ટ શીખી રહી છે જેથી તે ફિલ્મમાં જોરદાર એક્શન સીન કરી શકે.

Katrina Kaif ટાઇગર 3 માં કરશે જોરદાર એક્શન સીન, દક્ષિણ કોરિયાના સ્ટંટ ડિરેક્ટર પાસેથી લઈ રહી છે ટ્રેઈનીંગ
Katrina Kaif

Follow us on

ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ ટૂંક સમયમાં ટાઇગર 3 નું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છે. ફિલ્મમાં આ સિવાય સલમાન ખાનની પણ મહત્વની ભૂમિકા છે.આ ફિલ્મનું શૂટિંગ 8 માર્ચથી શરૂ થનાર છે. શૂટિંગ શરૂ થવા પહેલા કેટરિના કૈફ દક્ષિણ કોરિયાના સ્ટંટ ડિરેક્ટરથી એક્શન કરવાનું શીખી રહી છે. તે 14 દિવસની ટ્રેનિંગમાં સામેલ થઈ છે અને તે આ ફિલ્મમાં ઘણા એક્શન સીન્સ કરતી જોવા મળશે.

અહેવાલ મુજબ, દિગ્દર્શક મનીષ શર્માએ તેની ફિલ્મના કલાકારોને વિનંતી કરી છે કે, તે મુંબઈમાં શરૂ થનારા શૂટિંગના શેડયુલમાં એક્શન કરવા માટે તૈયાર રહે. આ માટે સલમાન ખાન અને કેટરિના કૈફ સતત મહેનત કરી રહ્યા છે અને પોતાનું ફિટનેસ લેવલ છેલ્લા 15 દિવસોમાં ઘણું વાધારી ચુક્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

કેટરિના કૈફ સતત તેના ટ્રેનર સાથે જીમમાં પરસેવો પાડી રહી છે. આ સિવાય તે દક્ષિણ કોરિયાના સ્ટંટ ડિરેક્ટર પાસેથી માર્શલ આર્ટ પણ શીખી રહી છે, જેથી તે ફિલ્મમાં જોરદાર એક્શન સીન કરી શકે. આ માટે દક્ષિણ કોરિયાથી ટ્રેનર્સ ભારત આવ્યા છે. ફિલ્મમાં કેટરિના કૈફ જોરદાર એક્શન સીન કરતી જોવા મળશે, જ્યારે આ ફિલ્મમાં દક્ષિણ આફ્રિકાની સ્ટંટ ડિરેક્ટરની ટીમ સલમાન ખાન સાથે કામ કરી રહી છે. કેટરિના આઈએસઆઈ એજન્ટ ઝોયાની ભૂમિકા નિભાવી રહી છે.

 

કેટરીના કૈફ ફિલ્મ ટાઇગર 3 સિવાય તે ફોન ભુતમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને સિદ્ધંત ચતુર્વેદી મહત્વની ભૂમિકામાં છે. ત્રણેય ઘણી વખત સેટ પર મસ્તી કરતા જોવા મળે છે. કેટરીના કૈફના અફેરમાં આજકાલ વિકી કૌશલ સાથે ચાલવાની અટકળો છે.

Next Article