Vicky-Katrina wedding : વિકી-કેટના લગ્નમાં અંબાણી પરિવાર પણ થશે સામેલ ! આ હોટેલમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

|

Dec 08, 2021 | 1:48 PM

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં અંબાણી પરિવાર સાથે વિરાટ-અનુષ્કા, અક્ષય કુમાર અને અન્ય હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.

Vicky-Katrina wedding : વિકી-કેટના લગ્નમાં અંબાણી પરિવાર પણ થશે સામેલ ! આ હોટેલમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા
Vicky-katrina Wedding

Follow us on

Vicky-Katrina wedding :  બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફના (Katrina Kaif) લગ્નની વાત કરીએ તો હાલ ચાહકો લગ્નની દરેક વિગતો જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મંગળવારે મહેંદી સેરેમની બાદ કપલ બુધવારે હલ્દી સેરેમની તેમજ આફ્ટર પાર્ટી પણ કરશે.સાથે જ લગ્ન માટે મહેમાનો પણ આવવાનુ શરૂ થયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિક-કેટના લગ્નમાં અંબાણી પરિવાર (Ambani Family) પણ મહેમાન બની શકે છે.

આ બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થશે

આજે 8મી ડિસેમ્બરે દંપતીની હલ્દીની રશમ થશે અને ત્યારબાદ આફ્ટર પાર્ટીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. મંગળવારે નેહા ધૂપિયા, અંગદ બેદી, ફિલ્મ નિર્દેશક કબીર ખાન અને તેની પત્ની મીની માથુર અને અભિનેત્રી શર્વરી બાગ મંગળવારે સિક્સ સેન્સ પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઓબેરોય હોટેલમાં 5 રૂમ પણ રિઝર્વ કરવામાં આવ્યા

ત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે વિકી-કેટના લગ્નમાં અંબાણી પરિવાર પણ સામેલ થઈ શકે છે. ઓબેરોય હોટેલમાં (Oberoi Hotel) તેમના માટે 5 રૂમ પણ રિઝર્વ કરવામાં આવ્યા છે. ઉપરાંત લગ્નમાં વિરાટ-અનુષ્કા સાથે અક્ષય કુમાર અને અન્ય હસ્તીઓ પણ આવી શકે છે. તમને જણાવી દઈએ કે, સિક્યોરિટી કોડ વગર કોઈ પણ મહેમાનોને એન્ટ્રી પણ આપવામાં આવી રહી નથી.

કાલે લવ બર્ડસ લગ્નના બંધનમાં બંધાઈ જશે

9 ડિસેમ્બરના રોજ કેટરીના અને વિકી સાત ફેરા લેશે. આ સાથે ડિનર અને પૂલ પાર્ટી પણ કરવામાં આવ્યુ છે. મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી. અહેવાલોનુ માનીએ તો, વિકી અને કેટરીનાની મહેંદી ફંક્શન કોર્ટીન રેસ્ટોરન્ટના કોર્ટયાર્ડમાં યોજાઈ હતી. આ સ્થળની સજાવટની પીળી થીમ રાખવામાં આવી હતી. વિકી અને કેટરિનાની મહેંદી સાથે થઈ હતી. આ દરમિયાન વિકીએ મેહરુન કલરની શેરવાની પહેરી હતી, જ્યારે કેટરીનાએ પણ એજ રંગનો લહેંગા પહેર્યો હતો.

400 મહેંદી કોન મંગાવવામાં આવ્યા હતા

જો રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના વિકીની મહેંદી માટે સોજાતથી ઓર્ગેનિક મહેંદી મંગાવવામાં આવી હતી. નેચરલ હર્બલ મહેંદી ફર્મના માલિકે જણાવ્યું હતુ કે, અમે વેડિંગ ફંક્શન માટે ઈવેન્ટ મેનેજમેન્ટને ઓર્ગેનિક મહેંદી સપ્લાઈ કરી છે. તેણે વધુમાં જણાવ્યું કે લગ્ન માટે ઓર્ગેનિક મહેંદી બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગે છે.

 

આ પણ વાંચો : Viral : કેટરિના-વિકીના લગ્નને લઈને સલમાન ખાન પર ફની મીમ્સનો વરસાદ, જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો : નેશનલ એવોર્ડ જીત્યા બાદ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરે હવે આ દિવસે ચીનમાં થશે રિલીઝ

Next Article