
મહિલાઓ માટે કરવા ચોથનો તહેવાર ખુબ જ ખાસ હોય છે. આ દિવસે પત્નીઓ પોતાના પતિ માટે વ્રત રાખે અને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ આ દિવસે પોતાના હેન્ડસમ પતિ માટે વ્રત રાખતી હોય છે. કેટરિના કૈફ, કિયારા અડવાણી, આથિયા શેટ્ટી, પરિણીતિ ચોપરા સહિતની અભિનેત્રીઓએ પોતાના ફોટોસ શેયર કર્યા છે.
આ વખતે કરવા ચોથનો તહેવાર આજે એટલે કે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. પરિણીત મહિલાઓ તેમના પતિના જીવનની સલામતી અને આયુષ્ય માટે કડક ઉપવાસ કરે છે. આ પછી મહિલાઓ ચંદ્ર ઉગ્યા પછી અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તેમનું વ્રત પૂર્ણ કરે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે, આ શોથી મચાવશે ધૂમ
Published On - 11:45 pm, Wed, 1 November 23