
બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી કરિશ્મા કપૂર છૂટાછેડા બાદ પોતાના બંન્ને બાળકોની સારસંભાળ એકલી રાખી રહી છે. કારણ કે, કરિશ્મા કપૂરના એક્સ હસબેન્ડ અને તેના બાળકોના પિતા સંજય કપૂરનું થોડા મહિના પહેલા નિધન થયું છે. બંન્ને પિતાના નિધન બાદ દુખી છે. પરંતુ હવે સંજય કપૂરની ત્રીજી પત્ની અને સૌતેલી માતા પ્રિયા કપૂર પર પિતાની સંપત્તિનો હેરફેર કરવાનો આરોપ લગાવતા દિલ્હી હાઈકોર્ટેને દરવાજો ખટખટાવ્યો છે. તેમજ સંપત્તિમાં પોતાનો ભાગ માંગ્યો છે.
કરિશ્મા કપૂરના બાળકોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે, પિતાની મિલકતમાં હિસ્સો મેળવવાની માંગ કરી છે.દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી કરિશ્મા કપૂરના બે બાળકો દ્વારા તેમના પિતા સંજય કપૂરની ₹30,000ની સંપત્તિમાં હિસ્સો મેળવવા માટે દાખલ કરાયેલા કેસ પર નોટિસ જાહેર કરી છે.કોર્ટે સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવાને સંજય કપૂરની બધી જંગમ અને સ્થાવર સંપત્તિની યાદી રજૂ કરવા જણાવ્યું છે.
પિતાના મૃત્યુ પછી, કિયાન અને સમાયરાએ તેમના પિતાની મિલકતમાં હિસ્સો માંગ્યો છે અને આ માટે તેમને કોર્ટનો આશરો લેવો પડ્યો છે. તેમનો આરોપ છે કે પ્રિયા કપૂરે તેમના પિતાના વસિયતનામામાં છેતરપિંડી કરી છે અને સમગ્ર મિલકત પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે.
કેટલી સંપત્તિ છોડી?
કરિશ્મા કપૂર અને પ્રિયા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર ખૂબ જ ધનવાન ઉદ્યોગપતિ હતા. તેઓ 30 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય છોડી ગયા છે. જોકે, હવે કરિશ્માના બાળકો અને પ્રિયા કપૂર વચ્ચે તેના વિભાજનને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. કિયાન અને સમાયરાનો આરોપ છે કે, પ્રિયા તેમને તેમના પિતાની સંપત્તિમાંથી અન્યાયી રીતે બહાર કાઢવા માંગે છે.
દિલ્હી હાઈકોર્ટે સંજય કપૂરના મૃત્યુ પછી તેમની બધી મિલકતો વિશે માહિતી માંગી છે. આ કેસમાં આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે. હાઈકોર્ટે તમામ પક્ષકારો પાસેથી જવાબ માંગ્યો છે. સંજય કપૂરનું 12 જૂન 2025 ના રોજ ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ લિમિટેડ (સોના કોમસ્ટાર)ના વડા હતા. તેનું બજાર મૂડીકરણ 31 હજાર કરોડ રૂપિયા છે. તેમના મૃત્યુ પછી, કંપનીના શેર 7 ટકા ઘટ્યા હતા.
Published On - 12:08 pm, Wed, 10 September 25