કપિલ શર્માએ તેની પત્ની ગિન્નીને પુછ્યુ તે સ્કૂટીવાળા છોકરાને કેમ પસંદ કર્યો ?, ગિન્નીએ આપ્યો આ મજેદાર જવાબ

કપિલ શર્માને તેની પત્ની ગિન્નીને સ્ટેન્ડ અપ સ્પેશિયલના પ્રોમોમાં સવાલ પુછતા જોવા મળી રહ્યા છે,આ એપિસોડ તમને OTT પ્લેટફોર્મ પર 28 જાન્યુઆરીના રોજ જોવા મળશે

કપિલ શર્માએ તેની પત્ની ગિન્નીને પુછ્યુ તે સ્કૂટીવાળા છોકરાને કેમ પસંદ કર્યો ?, ગિન્નીએ આપ્યો આ મજેદાર જવાબ
Kapil Sharma and Ginny (File Photo)
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:27 PM

OTT પ્લેટફોર્મ પર કપિલ શર્માના આગામી સ્ટેન્ડ-અપ એપિસોડમાં પ્રેક્ષકોને કોમેડિયન કપિલ શર્મા (Comedian Kapil Sharma) અને તેની પત્ની ગિન્ની ચતરથ વચ્ચેની મજાક મસ્તી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ગિન્ની (Ginny) ભાગ્યે જ કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળે છે.

તે સ્કૂટર વાળા છોકરાને કેમ પસંદ કર્યો ?

આ પ્રોમોમાં કપિલ બધાને કહે છે કે તેના પિતાએ તેને ઘર અને તેની બહેનના લગ્ન વિશે કહ્યું હતું, પરંતુ તેણે કોની સાથે લગ્ન કરવા તે કહ્યુ ન હતું. તે વધુમાં કહે છે કે, “મને ખબર હતી કે મારે કોની સાથે સેટલ થવાનુ છે. એ મારી પત્ની ગિન્ની હતી. તે પછી તે દર્શકોની વચ્ચે બેઠેલી ગિન્નીને પૂછે છે, “તે સ્કૂટર વાળા છોકરાને કેમ પસંદ કર્યો, ત્યારે જવાબમાં ગિન્ની કહે છે કે, અમીર ઘરના (Rich Family) છોકરાને તો બધા પ્રેમ કરે છે, મેં વિચાર્યુ હું આ ગરીબનુ જ ભલુ કરુ…બાદમાં બધા પ્રેક્ષકો (Audience) હસતા જોવા મળી રહ્યા છે.

જુઓ પ્રોમો

OTT પ્લેટફોર્મ પર આ તારીખે જોઈ શકશો એપિસોડ

તમને જણાવી દઈએ કે, આ એપિસોડ OTT પ્લેટફોર્મ પર 28 જાન્યુઆરીના રોજ જોવા મળશે.સ્ટેન્ડ-અપના પ્રોમોમાં કપિલની મમ્મી, તેની પત્ની અને કપિલ શર્મા શોના કેટલાક કલાકારો જોવા મળી રહ્યા છે. રોશેલ રાવ, કીથ સિક્વેરા, સુદેશ લેહરી ખુબ આનંદ લેતા જોઈ શકાય છે.કોમેડિયન કપિલ શર્મા તેના જીવનની વાત કરતા જોવા મળી રહ્યા છે.આ સિવાય આ એપિસોડમાં તેના મિત્રોની પણ મજાક કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : શું સામંથા સલમાન ખાનની ગર્લફ્રેન્ડ છે ? હોલિવૂડ એક્ટ્રેસ સામંથાએ સલમાન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

Published On - 6:24 pm, Mon, 10 January 22