અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર

|

Apr 30, 2021 | 1:20 PM

કન્નડ સુપરસ્ટાર અર્જુન ગૌડા એમ્બ્યુલન્સ ડ્રાઇવર બનીને લોકોને મદદ કરે છે અને તેમને હોસ્પિટલમાં લઈ જાય છે. એટલું જ નહીં, કોરોનાથી અવસાન બાદ શબના અંતિમ સંસ્કાર પણ કરે છે.

અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર
Kannada superstar Arjun Gowda

Follow us on

ભારતમાં, આ સમયે કોરોનાની બીજી લહેર આતંક ફેલાવી રહી છે. આ વખતે ઘણી જાણીતી હસ્તીઓ (Clebs) પણ આ વાયરસની લપેટમાં આવી છે. સોનુ સૂદ સહિત ઘણા સેલેબ મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોની મદદ માટે બહાર આવ્યા છે. બધા લોકો તેમના સ્તરેથી મદદ કરી રહ્યાં છે. કન્નડ સુપરસ્ટાર અર્જુન ગૌડા એમ્બ્યુલન્સ ડ્રાઇવર બનીને લોકોને મદદ કરે છે અને તેમને હોસ્પિટલમાં લઈ જાય છે. એટલું જ નહીં, કોરોનાથી અવસાન પર અભિનેતા લાશને લઈને સ્મશાનગૃહ જાય છે અને અંતિમ સંસ્કાર સુધીની વિધિમાં મદદ કરી રહ્યો છે. અર્જુને Yuvarathnaa અને Rustum જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કોરોનાથી મરેલા લોકોના અંતિમ સંસ્કાર કર્યા

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ દુર્ઘટનાની ક્ષણે અર્જુને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેણે એક ડઝનથી વધુ કોરોના અંતિમ સંસ્કાર કર્યા છે. તેમની પ્રાધાન્યતા તે છે જેમને સહાયની જરૂર હોય, તેઓને સહાય આપવી જોઈએ. ન તો તેઓ કાસ્ટ જોઈ રહ્યા છે ન તો ધર્મ. જેને જરૂર હોય તેમની મદદ માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે અર્જુન પોતે એમ્બ્યુલન્સ લઇને લોકોને હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા છે.

 

 

જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યા છે

અર્જુને જણાવ્યું કે તાજેતરમાં તેમ મરીઝને કેંગેરીથી ખૂબ દૂરની હોસ્પિટલમાં લઈ ગયો હતો. તેઓ ભવિષ્યમાં પણ જરૂરીયાતમંદોને સહાય આપવાનું ચાલુ રાખશે. આવતા મહિનામાં, તે ફિલ્મો કરવાની જગ્યાએ કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં લાવશે. તેમણે કહ્યું કે, જેમને ઓક્સિજનની જરૂર હોય અથવા કોઈ અન્ય પ્રકારની સહાયની જરૂર હોય, તેઓને સીધો જ સંપર્ક કરી શકે છે. આ દુર્ઘટનામાં તેઓ દરેકની સાથે છે.

 

આ પણ વાંચો: દેશની દીકરીને સલામ: કોરોનાએ ભરખી લીધા મા-બાપ અને ભાઈ, તોયે દર્દીઓના ઈલાજમાં લાગેલી છે આ ડોક્ટર

આ પણ વાંચો: કાળાબજારીઓ પાસેથી જપ્ત કરેલ રેમડેસિવિર અને ઓક્સિજનને લઈને દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

Next Article