Kangana Ranaut એ પોતાના વખાણ પોતે કર્યાં, કહ્યું કે શ્રીદેવી પછી હું એક માત્ર કોમેડી એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં

|

Feb 26, 2021 | 12:17 PM

કંગના રનૌત કેટલીકવાર પોતાને ટોમ ક્રુઝ કરતા સારા સ્ટંટ તરીકે વર્ણવે છે, અને કેટલીકવાર પોતાની સરખામણી મેરિલ સ્ટ્રીપ સાથે કરે છે. કંગનાએ હવે નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રીદેવી પછી તે ભારતની એકમાત્ર અભિનેત્રી છે, જે ખરા અર્થમાં સ્ક્રીન પર કોમેડી કરે છે.

Kangana Ranaut એ પોતાના વખાણ પોતે કર્યાં, કહ્યું કે શ્રીદેવી પછી હું એક માત્ર કોમેડી એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં
Kangana Ranaut

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસKangana Ranaut સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર, તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય રાખવા અને પ્રશંસા મેળવવા માટે ટ્વીટ્સ પણ કરે છે. કોઈ તેમની પ્રશંસા કરે છે કે નહીં, તે ખુદ પોતાની પ્રશંસા કરતી રાખતી હોય છે, કંગના દર બીજા દિવસે એક નવો દાવો કરે છે અને ત્યારબાદ તે ટ્રોલ્સના નિશાને આવે છે. તાજેતરમાં જ તેમણે એવા પ્રકારનો દાવો કર્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરી હતી

કંગના રનૌત કેટલીકવાર પોતાને ટોમ ક્રુઝ કરતા સારા સ્ટંટ કરવા વાળી તરીકે વર્ણવે છે, તો કેટલીકવાર પોતાની સરખામણી મેરિલ સ્ટ્રીપ સાથે કરે છે. કંગનાએ હવે નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રીદેવી પછી તે ભારતની એકમાત્ર અભિનેત્રી છે, જે ખરા અર્થમાં સ્ક્રીન પર કોમેડી કરે છે. આ ટ્વીટ બાદ લોકો તેમને જોરશોરથી ટ્રોલ કરી રહ્યાં છે.

હકીકતમાં, કંગનાની ફિલ્મ તનુ વેડ્સ મનુના 10 વર્ષ પૂરા થવા પર કંગનાએ ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું છે કે – ‘હું પહેલા તુનકમિજાજ અને સાયકો વાળા પાત્રો નિભાવતી હતું. આ ફિલ્મે મારી કારકિર્દીની દિશા બદલી નાખી. તેમને મને મુખ્ય પ્રવાહની કોમેડી સાથે એન્ટ્રી મળી. ક્વીન અને દત્તો સાથે, મેં મારું હાસ્ય ટાઈમિંગ મજબૂત બનાવ્યું અને લિજેન્ડ શ્રીદેવી પછી કોમેડી કરનારી એકમાત્ર અભિનેત્રી બની.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પોતાના બીજા ટ્વિટમાં કંગનાએ લખ્યું – ‘આ ફ્રેન્ચાઇઝી માટે આનંદ એલ રાય અને અમારા લેખક હિમાંશુ શર્માનો આભાર. તેઓ મારી પાસે સંઘર્ષકર્તા બનીને આવ્યા હતા. મેં વિચાર્યું હતું કે હું તેમની કારકીર્દિ બનાવી શકું છું, પરંતુ તેનાથી વિરુદ્ધ, તેમણે મારી કારકીર્દિ બનાવી છે. કોઈ કઈ ન શેક કે કઈ ફિલ્મ ચાલશે, એને કઈ નહી. બધી નિયતિ છે ખુશી છે કે તમે મારા નસીબમાં છો. આ સાથે કંગનાએ દિલનું ઇમોજી બનાવ્યું છે.

 

પોતાની તુલના શ્રીદેવી સાથે કર્યા પછી લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કોઈકે કહ્યું. કોમેડી શું છે, કોઈએ કહ્યું કોમેડિયન ભારતી પણ તેમના કરતા સારી છે. તે જ સમયે, એક યુઝરેએ એવું પણ લખ્યું કે તમે ક્યારેય માધુરી દીક્ષિતનું નામ સાંભળ્યું છે?

આપને જણાવી દઈએ કે તનુ વેડ્સ મનુના 4 વર્ષ પછી તેની સિક્વલ તનુ વેડ્સ મનુ રીટર્ન્સ 2015 માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગનાએ ડબલ રોલ ભજવ્યો હતો. તે તેના મૂળ પાત્ર તનુ સાથે હરિયાણવી પ્લેયર દત્તોની ભૂમિકામાં જોવા મળી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

 

Published On - 12:17 pm, Fri, 26 February 21

Next Article