Covid 19 : અભિનેત્રી કાજોલ થઈ કોરોના સંક્રમિત, દિકરી ન્યાસાની તસવીર શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ

કાજોલે તેની પુત્રી ન્યાસાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

Covid 19 : અભિનેત્રી કાજોલ થઈ કોરોના સંક્રમિત, દિકરી ન્યાસાની તસવીર શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ
Actress Kajol infected from covid 19
| Edited By: | Updated on: Jan 30, 2022 | 2:27 PM

Covid 19 :  કોવિડ 19ની અસર ઓછી થવાનું નામ નથી લઈ રહી. સમગ્ર દેશમાં કોવિડ (Corona)  અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. ત્યારે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટી કોરોનાથી સંક્રમિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કેસ ઓછા થયા છે પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી.સમચાર મળી રહ્યા છે કે, હવે કાજોલ (Kajol Devgn) પણ આ કોરોનાની શિકાર બની છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા તે કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી છે અને સાથે જ તેણે દિકરી ન્યાસાની તસવીર શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી માહિતી

કાજોલે તેની દિકરી ન્યાસાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર શેર કરતાં તેણે એક ઈમોશનલ પોસ્ટ લખી છે . આ તસવીરમાં ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે. કાજોલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે મારા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું નથી ઈચ્છતી કે કોઈ મારું રુડોલ્ફ નાક જુએ, તેથી ચાલો વિશ્વના સૌથી સુંદર સ્મિતને જોઈએ. મિસ યુ ન્યાસા……

પ્રિયંકા ચોપરાએ આ પોસ્ટ પર કમેન્ટ કરી

કાજોલે શેર કરેલી તસવીરમાં ન્યાસા હસી રહી છે, તેની સાથે તે પોતાના હાથની વીંટી પણ બતાવી રહી છે. ન્યાસાએ તેના હાથમાં મહેંદી લગાવી છે. કાજોલની આ પોસ્ટમાં પ્રિયંકા ચોપરાએ કમેન્ટ કરીને ન્યાસાની આ તસવીરને ખૂબ જ સુંદર ગણાવી છે. તેમના સિવાય અન્ય ઘણા સેલેબ્સે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. દરેક વ્યક્તિ આ તસવીરના વખાણ કરી રહ્યા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : New Film: 12 વર્ષ બાદ સંજય દત્ત અને સુનીલ શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, ટૂંક સમયમાં નવી ફિલ્મમાં સાથે કરશે કામ

Published On - 2:27 pm, Sun, 30 January 22