Kader Khan Birthday : એક્ટર બનવા પહેલા કોલેજમાં પ્રોફેસર હતા કાદર ખાન, જાણો તેમના વિશેની રોચક વાતો

|

Oct 22, 2021 | 9:55 AM

કાદર ખાન તેના માતાપિતાનું ચોથું સંતાન હતા. પરંતુ કાદર ખાનના તમામ ભાઈઓ અને બહેનો 8 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. કાદર ખાનના માતા -પિતાને લાગ્યું કે અહીંની જમીન સારી નથી અને તેઓ ભારત આવ્યા.

Kader Khan Birthday : એક્ટર બનવા પહેલા કોલેજમાં પ્રોફેસર હતા કાદર ખાન, જાણો તેમના વિશેની રોચક વાતો
Before becoming an actor, Kader Khan was a professor in college

Follow us on

પ્રખ્યાત અભિનેતા, લેખક, હાસ્ય કલાકાર કાદર ખાનનો આજે જન્મદિવસ છે. કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937 ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. કાદર ખાને 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને 250 ફિલ્મોમાં સંવાદો લખ્યા છે. તેમના જન્મદિવસના ખાસ પ્રસંગે, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

કાદર ખાન તેના માતાપિતાનું ચોથું સંતાન હતા. પરંતુ કાદર ખાનના તમામ ભાઈઓ અને બહેનો 8 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. કાદર ખાનના માતા -પિતાને લાગ્યું કે અહીંની જમીન સારી નથી અને તેઓ ભારત આવ્યા. કાદર ખાનનો પરિવાર મુંબઈના કામિઠાપુરામાં રહેતો હતો, તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી.

આ બધું જોઈ કાદરે નાની ઉંમરે પડોશના બાળકો સાથે પૈસા કમાવવાનું નક્કી કર્યુ. પરંતુ તેની માતાએ તેમને રોક્યા અને કહ્યુ કે તમે આમાંથી એક કે બે રૂપિયા કમાઈ શકો છો પરંતુ મોટો માણસ બનવા માટે તમે મન લગાવીને અભ્યાસ કરો. કાદર ખાને, તેની માતાના શબ્દોનું પાલન કરીને, સખત મહેનત કરી અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો. અભ્યાસની સાથે સાથે તેઓ નાટકો પણ લખતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિદ્દીકી કોલેજમાં પ્રોફેસર બન્યા. પરંતુ તેમણે નાટકો લખવાનું ક્યારેય બંધ કર્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કાદર ખાનને હંમેશા અભિનયનો શોખ હતો. દિલીપકુમારે તેને પહેલો બ્રેક આપ્યો. તેમની પ્રથમ ફિલ્મ ‘દાગ’ હતી જેમાં તેમણે વકીલની ભૂમિકા ભજવી હતી. રાજેશ ખન્નાએ અભિનેતાને ફિલ્મ ‘રોટી’માં ફિલ્મમાં સંવાદ લખવા માટે પહેલો બ્રેક આપ્યો.

70 ના દાયકામાં, કાદર ખાને તેની કારકિર્દીમાં સહાયક ભૂમિકાઓથી લઈને કોમેડી સુધી બધું કર્યું. અભિનેતાએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘માસ્ટરજી’, ‘ઘર હો તો ઐસા’, ‘સોને પે સુહાગા’, ‘મિસ્ટર નટવરલાલ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 1980 માં પહેલીવાર તેમણે હિંમતવાલા, આજ કા દૌર જેવી ઘણી ફિલ્મોમાં કોમેડી કરી હતી. તેમની સ્ટાઇલ પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કાદર ખાનને 3 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. અભિનેતા તેના છેલ્લા સમયમાં ખૂબ દુખી હતા કે કોઈ તેમને બોલાવતું નથી, માત્ર અમિતાભ બચ્ચન તેમની સાથે કોન્ટેક્ટમાં હતા.

આ પણ વાંચો –

T20 World cup 2021: રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે જામી છે નંબર-1 ની ટક્કર, તેમની લડાઇ મેચની મજાને બમણી કરી દેશે

આ પણ વાંચો –

IPL 2022: શાહરુખ-જૂહી અને પ્રિતી ઝિંટા ને મળશે ટક્કર, આઇપીએલ ટીમ ખરીદવા જઇ રહ્યુ છે બોલીવુડનુ આ સ્ટાર કપલ

આ પણ વાંચો –

T20 World Cup: ભારત સામે સ્કોટલેન્ડની ટીમ ટકરાશે, ઓમાનને હરાવીને સુપર-12 માં પ્રવેશ કરતા ગૃપ-2 માં સ્થાન મળ્યુ

Next Article