‘તારક મેહતા …’ ના જેઠાલાલ બન્યા ‘રઈસ’ Shah Rukh Khan, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતો ફની વીડિયો

|

Jun 28, 2021 | 1:35 PM

વીડિયોમાં જેઠાલાલ સાથે દયા ભાભી પણ જોવા મળી રહ્યા છે. શાહરૂખના રોમેન્ટિક ડાયલોગ પર જેઠાલાલનું લિપ સિંક આશ્ચર્યજનક છે. આ 2.22 સેકન્ડના વીડિયોને એક દોઢ લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે.

તારક મેહતા ... ના જેઠાલાલ બન્યા રઈસ Shah Rukh Khan, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતો ફની વીડિયો
Dilip Joshi, Shah Rukh Khan

Follow us on

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેન ફોલોઇંગ એટલી જબરદસ્ત છે કે બાળકોથી લઈને વડીલો સુધીના દરેક લોકો આ શોના દિવાના છે. આ શોના પાત્રોના વીડિયોઝ અને ફોટોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ વખતે શોના લીડ એક્ટર જેઠાલાલનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જેઠાલાલ રઈસ ફિલ્મમાંથી શાહરૂખ ખાનના ડાયલોગ્સ બોલતા નજરે પડે છે.

ક્રોસઓવર વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઈન્સ્ટાગ્રામ પર એક ચાહકે એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું ટ્રેલર ચાલી રહ્યું છે, જ્યારે વીડિયોમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મજેદાર ક્રોસઓવરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

લૈલા ઓ લૈલા ઉપર ડાન્સ કરતી જોવા મળી બબીતા ​​જી

વીડિયોમાં જેઠાલાલ સાથે દયા ભાભી પણ જોવા મળી રહ્યા છે. શાહરૂખના રોમેન્ટિક ડાયલોગ પર જેઠાલાલનું લિપ સિંક આશ્ચર્યજનક છે. આ 2.22 સેકન્ડના વીડિયોને એક દોઢ લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. આ સાથે લોકો તેના પર રમુજી કમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોમાં જેઠાલાલના પ્રિય બબીતા ​​જી પણ જોવા મળી રહ્યા છે. લૈલા ઓ લૈલા પર બબીતા ​​જી નાચ્યા છે. ઉપરાંત, હંમેશા જેઠાલાલની પાછળ પડી રહેવા વાળા ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે પણ છે.

 

 


દયા બેનનો આ વીડિયો પણ થયો હતો વાયરલ

તાજેતરમાં જ દયા બેનનો રોલ કરનારી દિશા વાકાણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગોલ્ડન કલરના બેકલેસ બ્લાઉઝમાં દિશા ખૂબ જ હોટ લાગી રહ્યા હતા. જો કે આ વીડિયો ખૂબ જ જૂનો હતો. આપને જણાવી દઈએ કે તારક મેહતાથી દિશા વાકાણી છેલ્લા ઘણા વર્ષોથી ગાયબ છે. હવે આ શોમાં નવા દયા બેન લાવવાની વાત ચાલી રહી છે, જોકે દિવ્યાંકા ત્રિપાઠીએ આ ભૂમિકા કરવાની ના પાડી દીધી હતી.

 

આ પણ વાંચો :- Pankaj Tripathi બન્યા NCBના બ્રાન્ડ એમ્બેસેડર, ડ્રગ્સની વિરુદ્ધ હવે યુવાનોને કરશે જાગૃત

આ પણ વાંચો :- ‘દિવ્ય દ્રષ્ટિ’ ફેમ Sana Sayyadએ બોયફ્રેન્ડ સાથે કર્યા નિકાહ, અભિનેત્રીના સુંદર ફોટાઓ જીતી લેશે તમારું દિલ

Published On - 1:14 pm, Mon, 28 June 21

Next Article