Tellywood: આલીશાન બંગલામાં રહે છે Jethalal, ઉડી અફવા તો બોલ્યા, આ ઘર મને પણ બતાવો

|

Jun 16, 2021 | 4:26 PM

Tellywood: એકવાર દિલીપ જોશી માટે અફવા આવી હતી કે તે એક લક્ઝુરિયસ બંગલામાં રહે છે. આ ઘરની અંદર એક મોટો સ્વિમિંગ પૂલ છે. આ સમાચાર પર ખુદ દિલીપ જોશીએ આગળ આવીને નિવેદન આપ્યું હતું

Tellywood: આલીશાન બંગલામાં રહે છે Jethalal, ઉડી અફવા તો બોલ્યા, આ ઘર મને પણ બતાવો
Dilip Joshi

Follow us on

Tellywood: ટીવી કલાકારોની સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરદાર ફૈન ફોલોઇંગ છે. કદાચ ફિલ્મના કલાકારો કરતા પણ વધારે. તેમાંથી એક છે દિલીપ જોશી છે, જેમણે દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જે આજે પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે વાત આવે છે પ્રાઈવેટ લાઈફની, ત્યારે તેઓ તેને થોડું પર્સનલ રાખવાનું પસંદ કરે છે.

દિલીપ જલ્દીથી કોઈની સાથે તેમની લાઈફ શેર કરતા નથી. દિલીપ જોશીના ઘણા ચાહકો છે જેમને તેમની જીવનશૈલીથી લઈને અંગત જીવન વિશે જાણવું ગમે છે, પરંતુ ઘણી વખત તેમના વિશે ફેક ન્યૂઝ પણ સામે આવ્યા છે, જે પછી દિલીપ આગળ આવીને તેના પર સમયસર સ્પષ્ટતા કરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એકવાર દિલીપ જોશી માટે અફવા આવી હતી કે તે એક લક્ઝુરિયસ બંગલામાં રહે છે. આ ઘરની અંદર એક મોટો સ્વિમિંગ પૂલ છે. આ સમાચાર પર ખુદ દિલીપ જોશીએ આગળ આવીને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આવું છે, તો જે લોકોએ આ અફવા ફેલાવી છે તે તેમને બતાવે. વર્ષ 2018 માં દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ અંગે સ્પષ્ટતા કરી હતી.

 

 

 

દિલીપે કહી હતી આ વાત

દિલીપ જોશીએ એક વાતચીતમાં કહ્યું હતું કે આ સમાચારો સંપૂર્ણપણે બનાવટી છે, તેમાં રતીભર પણ સત્ય છુપાયેલ નથી. મારા અંગત મિત્રો પણ માનવા લાગ્યા છે અને પૂછે છે કે આ ક્યું ઘર છે ભાઈ? અમને પણ બતાવો. મેં કહ્યું – મારે પણ જોવું છે, જો ક્યાંય મળે તો.

ચાલો તમને જણાવી દઇએ કે દિલીપ જોશી ટીવી જગતનો જાણીતો ચહેરો છે. દિલીપ જોશીએ પોતાની શાનદાર કોમેડીથી લોકોનું દિલ જીતી લીધું છે. અભિનેતા બોલિવૂડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલોનો ભાગ પણ રહી ચૂક્યા છે. તેમને સૌથી વધુ સફળતા કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલનું પાત્ર ભજવીને મળી છે. ઘરે ઘરે તેઓ આ પાત્ર દ્વારા ઓળખાય છે.

Next Article