અભિનેતા જીતેન્દ્રની (Jeetendra) ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન કલાકારોમાં થાય છે. જીતેન્દ્ર તેની અદભૂત એક્ટિંગ અને ડાન્સ મૂવ્સને કારણે ‘જમ્પિંગ જેક ઓફ બોલિવૂડ’ (Jumping Jack of Bollywood)તરીકે ઓળખાય છે. તેની એક્ટિંગની સાથે સાથે તેની અનોખી શૈલી અને દરેક ફિલ્મમાં પહેરવામાં આવતા વ્હાઈટ ડાન્સિંગ શૂઝે તેના ચાહકોને દિવાના બનાવી દીધા હતા. ભારતીય સિનેમાના આ પ્રતિષ્ઠિત સ્ટાર જીતેન્દ્રનો આજે જન્મદિવસ(Jeetendra Birthday) છે. જીતેન્દ્ર આજે 80 વર્ષના થઈ ગયા છે. જીતેન્દ્રનો (Actor Jeetendra) જન્મ 7 એપ્રિલ 1942ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ રવિ કુમાર છે, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલીને જીતેન્દ્ર રાખ્યું હતું.
જીતેન્દ્રને પહેલાથી જ ફિલ્મો સાથે નાતો છે. તેમના પિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) ઘરેણાં સપ્લાય કરવાનું કામ કરતા હતા. પિતાના કારણે જ જીતેન્દ્ર સિનેમાથી પરિચિત થયા હતા. 1964માં વી શાંતારામે જીતેન્દ્રને તેમની ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરો ને’ દ્વારા પ્રથમ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. જોકે, જીતેન્દ્રને 1967માં આવેલી ફિલ્મ ‘ફર્ઝ’થી સફળતા મળી. તેમની 30 વર્ષની લાંબી કારકિર્દીમાં જીતેન્દ્રએ તેમના અભિનય અને તેમના આઇકોનિક ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દિલ જીતી લીધા.
જીતેન્દ્ર હંમેશા તેની ફિલ્મો અને તેના સોંગ માટે ગંભીર હતા. જો તેને ફિલ્મમાં કંઈક ન ગમતું હોય તો તે સીધું જ બોલતા હતા. આવું જ કંઈક ફિલ્મ ‘પરિચય’ના શૂટિંગ દરમિયાન થયું, જ્યારે જીતેન્દ્રને એક ગીત પસંદ ન આવ્યું અને તેણે મેકર્સ પાસે તેને હટાવવાની માંગ કરી. જો કે, પાછળથી આ સોંગ ફિલ્મમાં એડ કરવામાં આવ્યું અને તે સુપરહિટ (Super Hit song ) પણ બન્યું, પરંતુ શું થયું કે જીતેન્દ્ર આ સોંગને ફિલ્મમાં રાખવા માટે રાજી થઈ ગયા ? આજે જીતેન્દ્રના જન્મદિવસના અવસર પર અમે તમને આ રસપ્રદ કિસ્સા વિશે જણાવીશું.
આ કિસ્સો 1972માં આવેલી ફિલ્મ ‘પરિચય’ સાથે સંબંધિત છે. અન્નુ કપૂર તેના રેડિયો શો સુહાના સફરમાં કહે છે કે જ્યારે ત્રિપુટી બેનર હેઠળ ફિલ્મ ‘પરિચય’નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પ્રખ્યાત સંગીતકાર આર ડી બર્મન એક સોંગ રેકોર્ડ કરી રહ્યા હતા અને આ સોંગ હતું ‘બીટી ના બિથાઈ રૈના…’નો હીરો હોવાના કારણે. આ ફિલ્મનું સોંગ જ્યારે રેકોર્ડ થઈ રહ્યું હતું ત્યારે જીતેન્દ્ર પણ સ્ટુડિયોમાં હાજર હતા. જ્યારે આ સોંગ પૂરું થયું ત્યારે બધાએ સોંગના વખાણ કર્યા, પરંતુ એક જ વ્યક્તિ એવી હતી જેને આ ગીત પસંદ નહોતું અને તે હતા જીતેન્દ્ર.
જીતેન્દ્રને આ સોંગ ગમ્યું નહીોતુ. તેને લાગ્યું કે જો આ સોંગ ફિલ્મમાં મૂકવામાં આવશે તો દર્શકોને તે પસંદ નહીં આવે. જીતેન્દ્રને લાગ્યું કે સોંગમાં કોઈ દમ નથી. જોકે, ફિલ્મ સાથે જોડાયેલા અન્ય લોકો જીતેન્દ્રની દલીલ સાથે સહમત ન હતા. આ પછી પોતાની મૂંઝવણ દૂર કરવા માટે જીતેન્દ્ર સોંગની કેસેટ લઈને અભિનેતા અમિતાભ બચ્ચન પાસે ગયા. જ્યારે જીતેન્દ્રએ આ સોંગ અમિતાભને સંભળાવ્યું ત્યારે આ સોંગ સાંભળીને અમિતાભની આંખો ભીની થઈ હતી,જેથી તેઓ આ સોંગ રાખવા સંમત થયા હતા.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ફેન વોર : રશ્મિ દેસાઈના એક ટ્વિટથી મામલો ગરમાયો, અભિનેત્રીના બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ ઉંમર રિયાઝ
Published On - 9:07 am, Thu, 7 April 22