AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JANHVI KAPOORને ડ્રેસ પહેરાવવામાં ટીમને કરવી પડી તનતોડ મહેનત, એક્ટ્રેસે કરી તસ્વીર શેર

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર (JANHVI KAPOOR) સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

JANHVI KAPOORને ડ્રેસ પહેરાવવામાં ટીમને કરવી પડી તનતોડ મહેનત, એક્ટ્રેસે કરી તસ્વીર શેર
JANHVI KAPOOR
Charmi Katira
| Edited By: | Updated on: Feb 02, 2021 | 6:13 PM
Share

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂર (JANHVI KAPOOR) સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જાહ્નવીની ઘણી તસ્વીર દિલચસ્પ હોય છે. હાલમાં જ જાહ્નવીએ 2 તસ્વીર શેર કરી છે. જાહ્નવીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર બે તસ્વીર શેર કરી હતી. પહેલી તસવીરમાં તે રેડ ગાઉનમાં બેઠી છે અને સ્ટાઈલિશ તેના વાળ સરખા કરી રહ્યા છે. જાહ્નવી આ તસવીરમાં કંઈક ખાઈ રહી છે. બીજી તસ્વીરમાં જાહ્નવીની ટીમે જાહ્નવીને ગાઉન પહેરાવી રહી છે. પરંતુ જાહ્નવીના હાવભાવથી લાગે છે કે ટીમને બહુ જ મહેનત કરવી પડી છે. જાહ્નવીએ આ બંને તસવીરો સાથે લખ્યું- પહેલાં અને પછી. જાહ્નવીના આ તસ્વીર ફેન્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, જાહ્નવી તેની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું પંજાબમાં શૂટિંગ કરી રહી હતી, પરંતુ ખેડૂત આંદોલનને કારણે શૂટિંગ ના થઈ શકતા તે મુંબઈ પરત ફરી છે. આ ફિલ્મનું શૂટિંગ ત્રીજી વખત બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય જાહ્નવીની ‘દોસ્તાના’ ફિલ્મ પણ આવી રહી છે, જેમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. જાહ્નવી કરણ જોહરની ‘મેગ્નમ ઓપસ તખ્ત’માં પણ એક પાત્ર ભજવશે. જે મેગા બજેટ ફિલ્મ છે. જેમાં તે રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ જેવા સિતારાઓ લીડ રોલમાં છે. આ ફિલ્મને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. 2020માં જાહ્નવીની ફિલ્મ ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત, નેટફ્લિક્સની એંથોલોજી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી હતી તો અંગ્રેજી માધ્યમમાં એક વિશેષ ગીત કર્યું.

આ પણ વાંચો:  KANGANA RANAUTએ તેના ભાઈ-બહેનને આપી આલીશાન ગિફ્ટ

g clip-path="url(#clip0_868_265)">