ડાયમંડ રિંગ્સને લઈને જેકલીન ફર્નાન્ડીઝ થઈ ટ્રોલ, યુઝર્સ સુકેશ ચંદ્રશેખર સાથે જોડી રહ્યા છે અભિનેત્રીનું નામ

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીનો શિકાર બની હતી, તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેકલીન બ્લેક ફ્લફી ફ્રિલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

ડાયમંડ રિંગ્સને લઈને જેકલીન ફર્નાન્ડીઝ થઈ ટ્રોલ, યુઝર્સ સુકેશ ચંદ્રશેખર સાથે જોડી રહ્યા છે અભિનેત્રીનું નામ
Jacqueline Fernandez Troll on social media
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:48 AM

થોડા સમય પહેલા જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez ) તેના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી. મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case)અભિનેત્રી જેકલીન સિવાય અભિનેત્રી નોરા ફતેહીનું (Nora Fatehi) નામ પણ સામે આવ્યું હતું. અભિનેત્રી જેકલીન સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીનો શિકાર બની હતી, તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેકલીન બ્લેક ફ્લફી ફ્રિલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન લોકોને અભિનેત્રીના હાથની આંગળીઓમાં ચમકતી ડાયમંડ રિંગ્સ જોવા મળી હતી, જેના વિશે એવું કહેવામાં આવે છે કે અભિનેત્રીએ પોતાની આંગળીઓમાં ડાયમંડ રીંગ્સ પહેરી છે. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ યુઝર્સ અભિનેત્રીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું હતુ

તે સમયે એવા અહેવાલો હતા કે સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) જેકલીનને ઘણી મોંઘી વસ્તુઓ ભેટમાં આપી હતી જેમ કે બે જોડી ઇયરિંગ્સ, 2 બ્રેસલેટ, 3 બ્રાન્ડેડ બેગ અને ગુચી આઉટફિટ વગેરે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમને અભિનેત્રીની આ વીંટી વિશે જણાવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, જેકલીન જયંતિલાલ ગડાના જન્મદિવસની પાર્ટી સેલિબ્રેશનમાં ગઈ હતી. અભિનેત્રી બ્લેક કલરના ડ્રેસ સાથે હાથમાં ચમકતી વીંટી પહેરેલી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, જ્યારે લોકોએ જેકલીનનો આ અવતાર જોયો, ત્યારે બધાની નજર અભિનેત્રીની આંગળીઓ પર ગઈ.

ચમકતી રિંગ્સ જોઈને લોકો જેકલીન પર કોમેન્ટ કરવા લાગ્યા

જેકલીનની ચમકતી ડાયમંડ રિંગ અને બ્રેસલેટ જોઈને લોકો કમેન્ટ કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે, લોકો સુકેશ ચંદ્રશેખરનું જેકલીન સાથે નામ જોડવા લાગ્યા. આ દરમિયાન એક યુઝરે કમેન્ટ કરી અને કહ્યું મોંઘી ગિફ્ટ્સ, મોંઘા શોખ…. જ્યારે બીજા યુઝરે કહ્યું તમે સારા દેખાઈ રહ્યા છો, પરંતુ કોનમેન સુકેશ ચંદ્રશેખર ક્યાં છે ? તો કોઈએ કહ્યું અભિનેત્રીનો હીરો લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તો આ દરમિયાન કોઈએ પૂછ્યું – ‘આ ડાયમંડ રિંગ ક્યાંથી આવી…?

 

આ પણ વાંચો : Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?