શું ઉર્ફી જાવેદ ઈન્ડો કેનેડિયન સિંગરને ડેટ કરી રહી છે ?, અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા (Social Media) પર ઉર્ફીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે ઈન્ડો-કેનેડિયન સિંગર (Indo Canadian Singer) સાથે જોવા મળી રહી છે.

શું ઉર્ફી જાવેદ ઈન્ડો કેનેડિયન સિંગરને ડેટ કરી રહી છે ?, અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા
Urfi Javed and indo canadian singer (File Photo)
| Edited By: | Updated on: Feb 17, 2022 | 1:52 PM

બિગ બોસ ફેમ ઉર્ફી જાવેદ, (Urfi Javed) જે હંમેશા પોતાના ક્રિએટિવ આઉટફિટ્સથી ચર્ચામાં રહે છે. ત્યારે તે આ દિવસોમાં તેના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં વેલેન્ટાઈન ડે ગયો. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા (Social Media) પર ઉર્ફીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે ઈન્ડો-કેનેડિયન સિંગર (Indo Canadian Singer) સાથે જોવા મળી રહી છે. સિંગરે ઓફિશિયલ એકાઉન્ટ પરથી ઉર્ફી જાવેદ સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં ઉર્ફીએ પ્રતિક્રિયા આપી છે. ઉર્ફીની પ્રતિક્રિયા જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી આ સિંગર સાથે રિલેશનશિપમાં છે.

ઉર્ફીએ વેલેન્ટાઈન ડે પર પોસ્ટ શેર કરી,સિંગરે આપી આપી આ પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદે વેલેન્ટાઈન ડે પર એક પોસ્ટ શેર કરી હતી. ઉર્ફીએ તેના ચાહકોને વેલેન્ટાઇન ડેની (Valetine Day) શુભેચ્છા પાઠવી હતી, જેને લઈને કુંવરે પણ તે પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. કુંવરે ઉર્ફીની પોસ્ટ પર લખ્યું કે, ‘હેપ્પી વી ડે ઉર્ફી જી.’

સિંગર કુંવરની પોસ્ટ પર ઉર્ફીએ કરી આ કોમેન્ટ

આ દરમિયાન સિંગર કુંવરે (Knuwarr) પણ એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે કોમેન્ટ કરી અને લખ્યું ‘અહીં ઘણું બધું રંધાઈ રહ્યું છે.’ ઉર્ફીએ કુંવરની આ પોસ્ટને પણ રી-પોસ્ટ કરી, સાથે કેપ્શન – ‘હું જાણું છું કે તમે મને પ્રેમ કરો છો.’ ઉર્ફીની આ કમેન્ટ પર ચાહકો પૂછી રહ્યા છે કે શું ઉર્ફી સિંગર કુંવરને ડેટ કરી રહી છે ? તમને જણાવી દઈએ કે, કુંવર તેના સોંગ માટે ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેણે અફસાના ખાન અને ઘણા સેલેબ્સ(Celebs)  સાથે વીડિયો બનાવ્યા છે. હવે ટૂંક સમયમાં સિંગર કુંવર પણ પોતાનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : બાળક થયા બાદ અભિનેતાએ કહ્યું, અમારા લગ્ન થઈ ગયા છે, રામપાલ-ગેબ્રિયલાએ લગ્ન પહેલા ઉઠાવ્યું મોટું પગલું

આ પણ વાંચો : Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા