શું ખરેખર રજનીકાંત અને નીરજ ચોપરા વચ્ચે છે આ કનેક્શન ? રણવીર હુડ્ડાના ટ્વિટથી ફેન્સ થયા કનફ્યુઝ

|

Aug 10, 2021 | 9:23 AM

રણદીપ હુડ્ડાએ (Randeep Hooda)નીરજ ચોપરા અને રજનીકાંત વિશે એક ટ્વિટ કર્યું છે. રણદીપે બંને વચ્ચે એક ખાસ જોડાણ હોવાનું જણાવ્યું છે. અભિનેતાના આ ટ્વિટ પર ચાહકોને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે.

શું ખરેખર રજનીકાંત અને નીરજ ચોપરા વચ્ચે છે આ કનેક્શન ? રણવીર હુડ્ડાના ટ્વિટથી ફેન્સ થયા કનફ્યુઝ
Randeep Hooda (File Photo)

Follow us on

Randeep Hooda: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સેલેબ્સથી લઈને સામાન્ય લોકો પણ નીરજને(Neeraj) અભિનંદન આપી રહ્યા છે. ત્યારે અભિનેતા રણદીપ હુડ્ડાએ તો નીરજ ચોપરા અને રજનીકાંત વચ્ચેના કનેક્શનને લઈને એક ટ્વિટ કર્યું છે. રણદીપ હુડ્ડા હિન્દી સિનેમાના (Hindi Cinema) ઉભરતા સ્ટાર્સમાંથી એક છે. રણદીપે ઘણી શાનદાર હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે,ઉપરાંત રણદીપ હુડ્ડાનું નામ એ સિતારામાં પણ સામેલ છે કે જે પોતાના દેશી અંદાજમાં વાત કરવાની સ્ટાઈલથી વાત રજુ કરે છે,

અભિનેતા રણદીપ હુડ્ડા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ રહે છે. તે હંમેશા ચાહકો (Fans) સાથે કંઈક શેર કરતા રહે છે.ત્યારે તાજેતરમાં રણદીપે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરીને ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપરાને (Neeraj Chopra) લઈને એક ટ્વિટ કર્યું છે,જેમાં તેમણે નીરજનું સુપરસ્ટાર રજનીકાંત સાથેનું કનેકશન બતાવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રણદીપ હુડાએ કરેલા આ ટ્વિટમાં રજનીકાંતનો (rajinikanth) ફોટો દેખાય છે.આ ફોટો પર લખ્યું છે કે, “જો તમે નીરજ, નીરજ, નીરજની બૂમો પાડો છો… તો તમે રજની, રજની, રજની… સાંભળશો. હવે તમે સિક્રેટ જાણી ગયા હશો કે રજનીકાંત બધી જગ્યાએ છે.” અભિનેતાનું ટ્વિટ હાલ સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. ત્યારે ફેન્સ આ ટ્વિટને લઈને કન્ફ્યુઝ પણ થઈ રહ્યા છે કે, આ ટ્વિટમાં અભિનેતાએ કોની પ્રશંશા કરી છે.

આપને જણાવવું રહ્યું કે, ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics) માં ભારતના રમતવીર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજે જેવલિન થ્રો સ્પર્ધામાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

રણદીપ હુડાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, તાજેતરમાં સલમાન ખાન (Salman Khan)અને દિશા પટ્ટણી સ્ટારર ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં દમદાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતા. આ રોલમાં રણદીપની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય રણદીપ ટૂંક સમયમાં ઇલિયાના સાથે ‘અનફેયર એન્વાયર્નમેન્ટલી’ માં પણ જોવા મળશે.

 

આ પણ વાંચો : Bigg Boss OTT: શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં ઘૂસવા માટે બોલી ખોટુ, મીડિયા રિપોર્ટથી થયો પર્દાફાશ

આ પણ વાંચો : Kareena Kapoorના બીજા દિકરાનું નામ થયુ જાહેર, આ રાજાના નામ પરથી રાખ્યુ છે નામ

Next Article