
Drone Threat On Oscars 2026 : ઓસ્કર એવોર્ડ સમારોહ 2026 પર ઈરાનના હુમલાનો ખતરો મંડરાય રહ્યો છે.FBIએ આ વિશે કેલિફોર્નિયા પોલીસને ચેતવણી આપતા કહ્યું કે,FBIએ કહ્યું કે, ઈરાન અમેરિકાના હુમલાના જવાબમાં વેસ્ટ કોસ્ટ પર ડ્રોન હુમલો કરી શકે છે. આ ચેતવણી બાદ એકેડમી એવોર્ડસના ઓર્ગેનાઈઝેશને ઈવેન્ટની સુરક્ષા વધારી દીધી છે. બુધવારના રોજ રેડ કાર્પેટની સાથે લોસ એન્જલિસમાં કેલિફોર્નિયાના હોલિવુડમાં ઓસ્કર સમારોહની શરુઆત થઈ હતી.
એબીસી ન્યુઝના જણાવ્યા મુજબ એએફબીએ હાલમાં આખા કેલિફોર્નિયામાં ઈરાની હુમલાની ચેતવણી જાહેર કરી છે.એફબીઆઈએ પોલીસને કહ્યું કે, ઈરાન અમેરિકી એક્શનના જવાબમાં વેસ્ટ કોસ્ટ પર ડ્રોન લોન્ચ કરી શકે છે. એફબીઆઈની આ ચેતવણી પર લોસ એન્જિલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કોઈ કમેન્ટ કરી નથી. પરંતુ એલએ ટાઈમ્સે આપેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, તેની તૈયારીઓ અદ્દભૂત છે અને તેમણે સુરક્ષા પણ વધારી દીધી છે.
બુધવારના રોજ 98માં ઓસ્કર ક્રિએટીવ ટીમના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર રાજ કપુરે સમારોહમાં સામેલ થનારા મહેમાનોની સુરક્ષાને લઈ પુછેલા સવાલ પર કહ્યું કે, મને લાગે છે કે, આ શો માટે અમારી પાસે બેસ્ટ ટીમ છે. તેનો શ્રેય અમારી સુરક્ષા ટીમને જાય છે. તે કહે છે કે, અમે દર વર્ષે મોનિટર કરીએ છીએ કે, દુનિયાભરમાં શું થઈ રહ્યું છે. અમારી પાસે એફબીઆઈ અને એલએપીડીનો સપોર્ટ છે, તેમજ અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, જે રીતે ઘડિયાળ ચાલે છે. તેવી જ રીતે આ શો પણ ચાલતો રહેશે પરંતુ અમે ઈચ્છીએ કે, જે પણ શોમાં આવી રહ્યા છે. પછી તે શોના ચાહક હોય કે ન હોય. તે સુરક્ષિત અનુભવ કરશે. રેડ કાર્પેટની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઓસ્કર એવોર્ડ 2026 15 માર્ચ 2026ના રવિવારના રોજ આપવામાં આવશે. સમારોહ લોસ એન્જલિસમાં હોલિવુડમાં ડોલ્બી થિયેટરમાં યોજાશે.જેનું પ્રસારણ દુનિયાના 200 દેશમાં કરવામાં આવશે. આ વર્ષે કોન ઓ બ્રાયન હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે. ભારતમાં ચાહકો 16 માર્ચ 2026ની સવારે આ શો લાઈવ જોઈ શકશે.