Breaking News: ‘કાશ્મીરી પંડિતોની મજાક ચલાવી નહીં લેવાય…’, Samay Raina અને Sharon Verma પર ભડક્યા BJP ના ધારાસભ્ય

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાનો પોપ્યુલર શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2' ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયો છે. Show ના એક એપિસોડમાં સમય રૈના અને કોમેડિયન શેરોન વર્મા વચ્ચે બિહારી-કાશ્મીરી ઓળખ પર થયેલી રમુજી બોલાચાલી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે.

Breaking News: કાશ્મીરી પંડિતોની મજાક ચલાવી નહીં લેવાય..., Samay Raina અને Sharon Verma પર ભડક્યા BJP ના ધારાસભ્ય
| Updated on: Aug 30, 2026 | 3:11 PM

સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈના (Samay Raina) નો Show ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ (India’s Got Latent 2) એક વાર ફરી ચર્ચામાં છે. આ વખતે કારણ શોમાં થયેલી એક એવી મજાક છે કે, જેના પર સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

Show ના એક એપિસોડમાં સમય રૈના અને કોમેડિયન શેરોન વર્મા (Sharon Verma) વચ્ચે બિહારી તેમજ કાશ્મીરી ઓળખને લઈને રમુજી વાતચીત થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચેની આ વાતચીત સામાન્ય કોમેડીનો ભાગ લાગતી હતી પરંતુ બાદમાં આ જ બાબતે વિવાદ ઊભો થઈ ગયો. હવે આ અંગે ભાજપના ધારાસભ્ય રામ કદમે પણ પોતાનું (Ram Kadam) નિવેદન આપ્યું છે.

મજાક પર થયો ‘વિવાદ’

સમય રૈનાએ શેરોન બિહારથી હોવા અંગે મજાક કરી હતી. તેના જવાબમાં શેરોને પણ સમય રૈનાની કાશ્મીરી ઓળખ પર વળતો કમેન્ટ કરી દીધો. આ પછી બંનેની બોલાચાલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ત્યારબાદ લોકો આ અંગે પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા.

IANS ને આપેલા નિવેદનમાં ધારાસભ્ય રામ કદમે કહ્યું કે, ‘સમાજમાં કેટલીક તાકાત માત્ર પ્રચાર મેળવવા માટે જાણી જોઈને વિવાદાસ્પદ વાતો કહે છે. તેમનો હેતુ માત્ર પ્રખ્યાત થવાનો હોય છે. આપણે સમજવું જોઈએ કે, સનાતન હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ અને કાશ્મીરી પંડિતોને મજાકનો વિષય બનાવી શકાય નહીં. કોઈ જાણી જોઈને આપત્તિજનક વાત કરે અને પછી માફી માગી લે, એવું નહીં ચાલે. આ દરમિયાન તેમને આખા દેશમાં પબ્લિસિટી મળી જાય છે, જે તેઓ ઈચ્છતા હતા.’

India’s Got Latent Season 2 માં સમય-શેરોન વચ્ચે શું થયું?

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2 ના નવા એપિસોડમાં અર્ચના પુરન સિંહ, ઓરી, નિશાંત સૂરી અને શેરોન વર્મા જોવા મળ્યા. વાતચીત દરમિયાન સમયે શેરોનને બિહારી કહેતા મજાક કરી. તેમણે કહ્યું કે, “આ બિહારથી છે. આટલા બધા બિહારી છે કે, વિચારે છે ‘ઈબોલા’ નો અર્થ છે… કોઈએ કંઈક કહ્યું.”

તેણે જવાબ આપ્યો, “સમય એટલા કાશ્મીરી છે કે, પથ્થર ખાવાનો શોખ છે.” સમયે આગળ કહ્યું, “શેરોન વર્મા એક બિહારી છે, જે મુંબઈ નોકરી શોધવા આવી. બસ બિહારી વાતો.” વર્માએ ફરી કહ્યું, “ઓછામાં ઓછું મેં મારી મરજીથી મારું રાજ્ય છોડ્યું.”

Hanuman Ansh Box Office: ‘હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 2 કરોડમાં બનેલી ફિલ્મે 32 કરોડની કમાણી કરી

Follow Us
Loading...
Unable to load recommendations.