Indian Idol 12 : દાનિશે બધાની સામે છીનવી આદિત્ય નારાયણની નોકરી, પોતે કર્યો શો હોસ્ટ

|

Aug 15, 2021 | 6:03 PM

આજે ઇન્ડિયન આઇડલ 12 ના ફિનાલેમાં, આજે સ્પર્ધક દાનિશે શોના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે કંઈક એવું કર્યું, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

Indian Idol 12 : દાનિશે બધાની સામે છીનવી આદિત્ય નારાયણની નોકરી, પોતે કર્યો શો હોસ્ટ
Danish, Aditya Narayan

Follow us on

ઇન્ડિયન આઇડલ 12 ( Indian Idol 12) નું આજે ફિનાલે ચાલી રહ્યું છે. ટોચના 6 સ્પર્ધકોમાંથી એક એટલે કે દાનિશ (Danish), પવનદીપ રાજન (Pawandeep Rajan), સન્મુખપ્રિયા (Shanmukhpriya), અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal), નિહાલ (Nihal) અને સાયલી કાંબલે (Sayli Kamble) માંથી કોઈ એક આજે આ સિઝનની ટ્રોફી તેમની સાથે લઈ જશે. ફિનાલેમાં ખાસ મહેમાન તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) આવ્યા છે. આ સિવાય ઘણા સિંગર્સ પણ ફિનાલેમાં પહોંચ્યા છે.

જોકે, ફિનાલેમાં કંઈક એવું બન્યું કે જેની કલ્પના પણ ન કરી શકાય. હવે બધા જાણે છે કે આદિત્ય નારાયણ (Aditya Narayan) કેટલા વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહ્યા છે. જોકે, આ સિઝનની શરૂઆતથી દાનિશ તેમની જોબ કરવા માંગે છે. દાનિશ ઈચ્છે છે કે તે આ શોને હોસ્ટ કરે. હવે ફિનાલેમાં આદિત્યએ પણ દાનિશની આ ઈચ્છા પૂરી કરી દિધી. આદિત્ય કહે છે કે તમે મારી જગ્યા સંભાળો અને આ કામ સારી રીતે કરો. દાનિશ ખૂબ ખુશ થાઈ જાય છે.

આ પછી દાનિશ શોને હોસ્ટ કરે છે અને ખૂબ જ ફની રીતે આદિત્યનો ઇન્ટ્રો બધાને આપે છે. ઇન્ટ્રો પછી, આદિત્યની એન્ટ્રી થાય છે અને તે દાનિશનો આભાર કહે છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

 

છોકરી બને વિનર

આદિત્ય, દાનિશને કહે છે કે તે ઇચ્છે છે કે આ સિઝનની ટ્રોફી કોઈ મહિલા સ્પર્ધક પોતાની સાથે લઈ જાય. પછી આદિત્ય, સન્મુખપ્રિયા સાથે રોકિંગ પરફોર્મન્સ આપે છે. દરેક વ્યક્તિ આદિત્યના ગાયનની પ્રશંસા કરે છે. એટલું જ નહીં, દાનિશ કહે છે કે તમે હંમેશા અમને સપોર્ટ કરો છો અને અમને પ્રોત્સાહિત કરો છો, આજે અમે તમારા ગાયનની પ્રશંસા કરીએ છીએ. તમે અદભૂત ગાયક છો.

 

આ પણ વાંચો :- 75th Independence Day : આ કારણોસર શેરશાહ બની ગઈ છે આ સ્વતંત્રતા દિવસની સૌથી ગમતી ફિલ્મ

આ પણ વાંચો :- ધમાલ કરવા આવી રહ્યો છે The Kapil Sharma Show અક્ષયે કપિલ શર્માની બોલતી કરી દીધી બંધ, જુઓ Video

Next Article