Hrithik Roshan New Look For Vedha : હૃતિક રોશનની ફિલ્મ ‘વેધા’નો નવો લૂક સામે આવ્યો, સુપરસ્ટારે પહેલી તસવીર શેર કરી

ફિલ્મ વેધામાંથી હૃતિક અને સૈફ અલી ખાનનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. બંને સ્ટાર્સના લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે આ દરમિયાન હૃતિકે વધુ એક તસવીર શેર કરી છે

Hrithik Roshan New Look For Vedha : હૃતિક રોશનની ફિલ્મ વેધાનો નવો લૂક સામે આવ્યો, સુપરસ્ટારે પહેલી તસવીર શેર કરી
Hrithik Roshan (File Phtoto)
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:52 AM

Hrithik Roshan New Look : હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ (Vikram Vedha)નો નવો લુક સામે આવ્યો છે. રિતિક રોશન ના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા ફિલ્મમાંથી હૃતિક રોશન અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. બંને સ્ટાર્સના લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે આ દરમિયાન હૃતિકે વધુ એક તસવીર શેર કરી છે. વેધ (Vikram Vedha)માંથી બહાર આવેલા હૃતિકનો બીજો લૂક જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.  તેના ઇન્સ્ટાગ્રામ (Hrithik Roshan Instagram) પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે – ‘તોફાન પહેલા શાંતિ #channelingvedha’.

હૃતિક રોશને ફોટો કેપ્શનમાં નવી ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે

હૃતિકના કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે આ તસવીર તેની આગામી ફિલ્મ વિક્રમ વેધા સાથે સંબંધિત છે. આ ફોટોમાં હૃતિક સફેદ શર્ટ અને બ્લેક ગોગલ્સમાં જોવા મળી રહ્યો છે. હૃતિકની આ તસવીરને ચાહકોએ એટલી લાઈક કરી કે થોડા જ કલાકોમાં આ પોસ્ટરને સાત લાખથી વધુ લાઈક્સ અને કોમેન્ટ મળી. હૃતિકની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેથી એવી અટકળો છે કે આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં આવી શકે છે.

હૃતિક રોશનની પોસ્ટ અહીં જુઓ

જણાવી દઈએ કે, હૃતિક રોશન આ દિવસોમાં પોતાના સંબંધોને લઈને ઘણો ચર્ચામાં છે. સબા આઝાદ (Saba Azad) સાથે રિતિકની ઘણી તસવીરો સામે આવતી રહે છે જેમાં બંને હેંગઆઉટ કરતા જોવા મળે છે. હૃતિકરોશને પણ આ દરમિયાન સબા આઝાદના કામની પ્રશંસા કરી હતી.

હૃતિક રોશન ઘણીવાર સબા સાથે જોવા મળે છે

હૃતિકરોશન પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છેહૃતિક રોશને પીરિયડ ડ્રામા સિરીઝ, રોકેટ બોયઝ અને તેની કાસ્ટની પ્રશંસા કરી હતી. આ દરમિયાન રિતિકે એક પોસ્ટ શેર કરી હતી જેમાં રિતિકે ફિલ્મના ડિરેક્ટર અભય પન્નુ અને અભિનેતા જિમ સરભ, ઈશ્વાક સિંહ અને રેજિના કસાન્ડ્રાની પ્રશંસા કરી હતી. તેની નોંધમાં રિતિકે અભિનેત્રી સબા આઝાદનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ અભિનેતાએ કહ્યું કે, તે શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે જેને તેણે ભાગ્યે જ જોઈ હોય.

 

 

આ પણ વાંચો :

Mann Ki Baat: PM મોદી આજે 11 વાગ્યે ફરી દેશવાસીઓ સાથે કરશે ‘મન કી બાત’, જમ્મુમાં અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ