
Bigg Boss 19 : સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો, બિગ બોસની 19મી સીઝનના આજે 7 ડિસેમ્બરે વિજેતાજાહેર કરાશે. આ વખતે, લોકોના પ્રેમથી ફાઈનલમાં પહોંચેલા પાંચ સ્પર્ધકોમાં ફરહાના ભટ્ટ, ગૌરવ ખન્ના, પ્રણિત મોરે, અમલ મલિક અને તાન્યા મિત્તલનો સમાવેશ થાય છે. આ સીઝનની શરૂઆતથી જ સતત સમાચારમાં રહેલી બિગ બોસની સ્પર્ધક ગ્વાલિયરની તાન્યા મિત્તલ છે. તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ વારંવાર કરોડપતિ હોવાનો દાવો કરતી તાન્યા મિત્તલ પાસે કેટલી સંપત્તિ છે ? બિગ બોસની ઓફર સ્વીકારીને તે કેવી રીતે ચર્ચામાં આવી ?
દુબઈ સ્થિત બાકલાવા ખાવાની શોખિન તાન્યા મિત્તલે બિગ બોસ 19 ના ઘરમાં પણ આ જ શૈલીમાં પ્રવેશ કર્યો હતો. તેના માટે તાન્યા મિત્તલેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ બિગ બોસમાં પ્રવેશતાની સાથે જ તે શહેરની ચર્ચામાં આવી ગઈ. તે સતત તેની ભવ્ય જીવનશૈલી વિશે વાત કરતી હતી. તેણીએ બકલાવા ખાવા માટે ખાસ દુબઈ જવા, 150 બોડીગાર્ડ્સ રાખવાથી લઈને, તાજમહેલની પાછળ કોફી પીવાથી લઈને 800 સાડીઓ રાખવા સુધીના અનેક દાવા કર્યા છે. જાણો તાન્યા મિત્તલને આ સિઝન માટે કેટલા રૂપિયા મળ્યાં અને તે કેટલી ધનવાન છે. તાન્યા મિત્તલે તેના ઘર વિશે કયા મોટા દાવા કર્યા છે?
તાન્યા મિત્તલ તેના દાવા થકી બિગ બોસના સ્પર્ધક તરીકે હેડલાઇન્સ બનાવી રહી છે. તેણીએ તો બડાઈ પણ મારી હતી કે તેનું ઘર ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલ કરતાં વધુ વૈભવી છે. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે, તેના ઘરમાં લગભગ 2,500 ચોરસ ફૂટનો આખો ફ્લોર કપડાં માટે જ છે. જોકે, તેણીએ પાછળથી આ વાત ભૂલી ગઈ હતી અને સલમાન ખાને વિક એન્ડ કા વારમાં તેની મજાક ઉડાવી હતી.
તાન્યા મિત્તલે એવો પણ દાવો કર્યો હતો કે તેના ઘરમાં પાંચ નોકર, બે રસોડાનો સ્ટાફ અને દરેક માળે સાત ડ્રાઇવર છે. તાન્યા મિત્તલે રસોડામાં એક લિફ્ટ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તાન્યાના આ દાવાઓને ફેમિલી વિક દરમિયાન તાન્યાને મળવા આવેલા તેના ભાઈએ પુષ્ટિ આપી હતી. જોકે, સોશિયલ મીડિયા ઉપર લોકો તાન્યાના અને તેના ભાઈના દાવાઓની પોલ ખોલતા વીડિઓની ક્લિપ્સ શેર કરીને તાન્યાને ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું છે.
તાન્યા મિત્તલે તેના બોડીગાર્ડ્સ સાથે મળીને મહા કુંભ મેળા દરમિયાન કેટલાક લોકોના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ તેણીને એક નવી ઓળખ મળી હતી. આ બાબતને લઈને તાન્યાએ અનેક ઇન્ટરવ્યુ આપ્યા. તાન્યા મિત્તલ એક પ્રભાવશાળી, પૂર્વ મોડેલ, ઉદ્યોગપતિ અને પોડકાસ્ટર પણ છે. તેણીની પોતાની બ્રાન્ડ, હેન્ડમેડ વિથ લવ બાય તાન્યા પણ છે. તે ખૂબ જ સસ્તા ભાવે હેન્ડબેગ, હેન્ડકફ અને સાડીઓનું વેચાણ કરે છે. જોકે, તાન્યાએ મિસ એશિયા ટુરિઝમ 2018 નો ખિતાબ પણ જીત્યો છે.
તાન્યાએ લેબનોનમાં યોજાયેલા મિસ એશિયા ટુરિઝમ યુનિવર્સ સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ ચંદીગઢ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી છે. તાન્યા મિત્તલે એવો પણ દાવો કર્યો છે કે તેણીને 400 થી વધુ પુરસ્કારો મળ્યા છે.
તાન્યા મિત્તલની માસિક આવક રૂપિયા 6 લાખ હોવાનું કહેવાય છે, જે તે ફેશન વ્યવસાય, બ્રાન્ડ સહયોગ અને પ્રમોશન દ્વારા કમાય છે. મોટા મોટા દાવાઓ કરનારા તાન્યા મિત્તલની કુલ સંપત્તિ રૂપિયા 2 કરોડ હોવાનું કહેવાય છે. તાન્યાએ માત્ર 19 વર્ષની ઉંમરે જ પોતાની અલગ બ્રાન્ડ શરૂ કરી હતી.
બિગ બોસને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.